Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીજ લોડ ઓછો કરવા વધુ ટી.સી. મુકવા રજૂઆતઃ
જામનગર તા. ૨૨: ગાંધીનગર, મોમાઈનગર, મચ્છરનગર તથા પુનીતનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વીજળીની ખૂબ જ ગંભીર સમસ્યા છે. આ વિસ્તારના તમામ રહીશો પીજીવીસીએલના નિયમિત ગ્રાહકો છે અને સમયસર વીજ બીલ ભરે છે. આ તમામ વિસ્તારોમાં દિવસ દરમ્યાન મોટાભાગના રહેણાંકોમાં સોલાર ફિટ કરાવેલા હોય, પાવર વ્યવસ્થિત રીતે મળી રહે છે. રાત્રિ દરમ્યાન સોલાર ઉપયોગમાં આવતા નથી, જેથી સમગ્ર વિસ્તારમાં પાવરનો વપરાશ વધી જાય છે. પાછળના તમામ વિસ્તારોમાં એકપણ ટી.સી. (ટ્રાન્સફોર્મર) આવેલ નથી, જેથી મચ્છરનગર, મોમાઈનગર અને ગાંધીનગરના ટી.સી.માંથી પાછળના વિસ્તારમાં પાવર સપ્લાય થાય છે. જેના કારણે લોડ વધી જવાથી અવાર-નવાર રાત્રિ દરમ્યાન પાવર કટ થઈ જાય છે. જેની રિપેર કરવાની અવધિ ૨ થી ૩ કલાકની હોય છે. અત્યારે ઉનાળાની અસહ્ય ગરમીની સિઝન હોવાના કારણે રાત્રે પાવર કટ થવાથી નાના બાળકો, અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓની હાલત ખૂબ જ દયનીય બની જાય છે. રાત્રે મચ્છરોનો ઉપદ્રવ અને અસહ્ય ગરમીના લીધે લોકો પૂરતી ઊંઘ પણ લઈ શકતા નથી. આના કારણે સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય અને રોજિંદા કામકાજ પર ખૂબ જ માઠી અસર પડી રહી છે. આ ઉપરાંત વારંવાર પાવરના વોલ્ટેજમાં ભારે વધ-ઘટ થવાથી ઘરોમાં રાખેલા કિંમતી ઈલેકટ્રોનિક ઉપકરણો (ફ્રીઝ,એસી, ટીવી વગેરે) બળી જવાનો કે બગડી જવાનો મોટો ભય રહેલો છે.
આ તમામ બાબતોને ગંભીરતા પૂર્વક ધ્યાને લઈને તાકિદે પાછળના વિસ્તારોમાં જરૂરિયાત મુજબના વધુ ટી.સી. મુકવા ગાંધીનગર કો.ઓ. સોસાયટીના પ્રમુખ દેવેન્દ્રસિંહ પરમારે પીજીવીસીએલના અધિક્ષક ઈજનેરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial