Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પસાયા, બેરાજા, સપડાની શાળાઓના તેજસ્વી તારલાઓનું બહુમાનઃ હડમતિયા કલસ્ટરમાં ઉજવણી
જામનગર તા. ૨૪: રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં જામનગર તાલુકાની વિવિધ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી, અને આંગણવાડી, બાલવાટિકા, ધો. ૧ અને ધો. ૯માં પ્રવેશ મેળવનાર કુલ ૧૩૫ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળામાં આવકાર અપાયો હતો.
રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને જામનગર તાલુકાના હડમતિયા ક્લસ્ટર હેઠળની પસાયા તાલુકા શાળા, બેરાજા પ્રાથમિક શાળા તથા સપડા સરકારી માધ્યમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. અને નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશ મેળવનાર કુલ ૧૩૫ વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
પસાયા તાલુકા શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર ૭, બાલવાટિકાના ૨૫ અને ધોરણ-૧ના ૧૨ એમ કુલ ૪૪ વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા. બેરાજા પ્રાથમિક શાળામાં આંગણવાડીના ૫, બાલવાટિકાના ૨૧ અને ધોરણ-૧ના ૨૧ એમ કુલ ૪૭ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. જ્યારે સપડા સરકારી માધ્યમિક શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં માધ્યમિક અને પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવનાર ધો. ૧ના ૧૯ અને ધો.૮ના ૧૫ તથા આંગણવાડીના ૨, બાલવાટિકાના ૮ મળી કુલ ૪૪ વિદ્યાર્થીને શૈક્ષણિક કીટ આપી શાળામાં આવકારવામાં આવ્યા હતા.
આ પ્રસંગે પાનશેરીયાએ જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ માત્ર એક સરકારી કાર્યક્રમ નથી, પરંતુ દરેક બાળકના જીવનમાં જ્ઞાનના નવા દ્વાર ખોલે છે. રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનો છે જેથી તેઓ ભવિષ્યમાં દેશના જવાબદાર અને સશક્ત નાગરિક બની શકે. આજે શિક્ષણ માત્ર પુસ્તકી જ્ઞાન પૂરતું મર્યાદિત નથી રહૃાું, પરંતુ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, ટેકનોલોજી પ્રત્યેની સમજ, નવીનતા અને જીવન કૌશલ્યોના વિકાસ પર પણ ભાર મૂકવામાં આવી રહૃાો છે. નવી પેઢી શિક્ષણના માધ્યમથી આત્મનિર્ભર બને અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે તે સમયની જરૂરિયાત છે.
રાજ્ય સરકાર કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયત્નશીલ છે અને દીકરીઓને શિક્ષણની સમાન તથા પૂરતી તકો ઉપલબ્ધ કરાવવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. કન્યા કેળવણીના સંદેશને વધુ મજબૂત બનાવવા માટે પાનશેરીયાએ શાળાની વિદ્યાર્થીનીઓને સન્માનની ઓઢણી અર્પણ કરી તેમનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણ પ્રત્યે સકારાત્મક સંદેશ પ્રસર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન સીઈટી, જ્ઞાનસાધના અને નવોદય જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવનાર તેમજ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહન પત્રો અર્પણ કરવામાં આવ્યા હતા.તમામ શાળાઓમાં પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ વૃક્ષોનું વાવેતર કરી હરિયાળા અને સ્વચ્છ પર્યાવરણના નિર્માણ માટે સૌને પ્રેરિત કર્યા હતા.
આ કાર્યક્રમોમાં ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, અગ્રણી ડો.વિનોદભાઈ ભંડેરી, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના સદસ્ય લક્ષ્મણભાઈ ઠુંગા, તાલુકા પંચાયતના સદસ્ય શૈલેષભાઈ સાવલિયા, પસાયાના સરપંચ ભાનુબેન, અગ્રણી કુમારપાળસિંહ રાણા, આગેવાનો, સીઆરસી કો-ઓર્ડિનેટરો, એસએમસી સભ્યો, શાળાના આચાર્યો, શિક્ષકો, વાલીઓ, ગ્રામજનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial