Advertisement
Author: નોબત સમાચાર

ઓખાની ગાંધીનગરી-ભુંગામાં એલસીબીનો દરોડોઃ દારૂની નાની મોટી ૭પ બોટલ કબજે

ફરાર આરોપી સામે નોંધાયા છે ડઝન જેટલા ગુન્હાઃ

                                                                                                                                                                                                      

ઓખા તા. ૨૪: ઓખામાં ગાંધીનગરી-ભુંગા વિસ્તારમાં આવેલા એક શખ્સના મકાનમાં ગઈકાલે એલસીબી સ્ટાફે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડતા ત્યાંથી ઈંગ્લીશ દારૂની ૭૦ મોટી બોટલ તથા પાંચ ચપલા મળી આવ્યા છે. દરોડા પહેલા નાસી ગયેલા આ શખ્સ સામે માથાકૂટ, દારૂ સહિતના ડઝન જેટલા ગુન્હા નોંધાયેલા છે. તેની શોધખોળ કરાઈ રહી છે.

ઓખામાં આવેલી ગાંધીનગરી-ભુંગા પાસે એક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી ગઈકાલે રાત્રે દેવભૂમિ દ્વારકા એલસીબીના સ્ટાફે હસમુખ મહેન્દ્રભાઈ ઝાખરીયા ઉર્ફે કડા નામના શખ્સના મકાનમાં દરોડો પાડી તલાશી લીધી હતી.

આ મકાનમાંથી વોડકાની એક બ્રાંડની ૪૮ બોટલ, વોડકાની બીજી બ્રાંડની રર બોટલ તેમજ વ્હીસ્કીના પાંચ ચપલા મળી આવ્યા હતા. એલસીબીએ કુલ રૂ।.૭૭,૫૦૦ની કિંમતના દારૂના જથ્થાને કબજે કરી લીધો છે. આ શખ્સ સામે ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવાયો છે અને આરોપીની શોધખોળ કરાઈ રહી છે. વધુમાં જાણવા મળ્યા મુજબ હસમુખ ઉર્ફે કડા સામે દારૂ, માથાકૂટ સહિતના એક ડઝનથી વધુ ગુન્હાની નોંધ થઈ ચૂકી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh