Advertisement
Author: નોબત સમાચાર

જામીનની હાઈકોર્ટની શરતનો ભંગ કરી સલાયામાં રખડતા શખ્સ પાસેથી મુંઠ મળી

ગુજસીટોક હેઠળ નોંધાયો હતો ગુન્હોઃ

                                                                                                                                                                                                      

સલાયા તા. ૨૪: સલાયામાં વસવાટ કરતા એક શખ્સ સામે ગુજસીટોક હેઠળ ગુન્હો નોંધાયા પછી હાઈકોર્ટે તેને કોઈ ગુન્હાહિત પ્રવૃત્તિ ન આચરવા અને દ્વારકા જિલ્લામાં ન પ્રવેશવાની શરતે જામીન આપ્યા હતા. તેમ છતાં ગઈકાલે આ શખ્સ સલાયામાંથી મુંઠ સાથે ઝડપાઈ ગયો છે.

સલાયામાં મહોર્રમ પર્વ અગાઉ સલાયા મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પીઆઈ જે.એમ. ચાવડાની રાહબરીમાં ટાઉન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને કેટલાક આરોપીઓ પર નજર રાખવામાં આવી રહી હતી. તે દરમિયાન સલાયાનો શબ્બીરહુસેન ગુલામહુસેન સુંભણીયા ઉર્ફે ભૂરો નામનો શખ્સ પાળેશ્વર તળાવ પાસેથી મળી આવ્યો હતો.

આ શખ્સ સામે ગુજસીટોક હેઠળ ગુન્હો નોંધાયા પછી આ શખ્સે હાઈકોર્ટમાંથી જામીન મેળવ્યા હતા. કોઈ ગુન્હાહિત પ્રવૃત્તિમાં સામેલ ન થવાની અને ટ્રાયલ પૂર્ણ ન થાય ત્યાં સુધી દ્વારકા જિલ્લાની હદમાં પ્રવેશવું નહી તેવી શરતો પર તેને જામીન આપવામાં આવ્યા હતા. આ શખ્સ ગઈકાલે પાળેશ્વર તળાવ પાસેથી મળી આવતા તેની તલાશી લેવામાં આવી હતી. તેની પાસેથી મુંઠ મળી આવતા પોલીસે તેને કબજે કરી શબ્બીરહુસેન સામે હથિયારબંધી અંગેના જાહેરનામાના ભંગનો ગુન્હો નોંધવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh