Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેરના ૬ ઝોનમાં દૈનિકના બદલે એકાંતરા પાણી વિતરણ કરવા તંત્રની વિચારણા

જળાશયોમાં પાણીનું સ્તર સતત ઘટી રહ્યું છે ત્યારે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: જામનગર શહેરના ૬ ઝોન વિસ્તારમાં હાલ દૈનિક ધોરણે પાણી વિતરણ કરવામાં આવે છે. જ્યારે બાકીના ઝોન વિસ્તારમાં એકાંતરા પાણી વિતરણ કરવામાં આવે છે પરંતુ આગોતરા આયોજનને ધ્યાનમાં રાખીને જ્યાં દૈનિક પાણી વિતરણ કરવામાં આવે છે તે વિસ્તારમાં પણ હવે તાકીદના ધોરણે એકાંતરા પાણી વિતરણ કરવામાં આવે તેવું આયોજન થઈ રહૃાું હોવાનું જાણવા મળે છે. જે અંગે એકાદ દિવસમાં જ નિર્ણય જાહેર કરવામાં આવશે તેમ જાણવા મળે છે.

વરસાદ હજુ મહારાષ્ટ્ર રાજ્યમાં રોકાયો છે અને સૌરાષ્ટ્રમાં પહોંચતા હજુ કેટલાક દિવસોની રાહ જોવી પડશે. ત્યારે બીજી તરફ જામનગર શહેરની પાણી પૂરૃં પાડતા જળાશયોમાં પાણીનું સ્તર સતત ઘટી રહૃાું છે. જો કે હજુ આગામી થોડા દિવસ વાંધો આવે તેમ નથી પરંતુ આગોતરા આયોજન અન્વયે શહેરના ૬ ઝોનમાં હાલ દૈનિક ધોરણે પાણી વિતરણ થાય છે ત્યાં અન્ય ઝોન માફક એકાંતરા પાણી વિતરણ કરવા તંત્ર આયોજન કરી રહૃાું છે તેમ જાણવા મળે છે.

હાલ શેહેરના ૬ ઝોનમાં દૈનિક અને અન્ય ઝોનમાં એકાંતરા પાણી વિતરણ કરવામાં આવી રહૃાું છે. જેમાં દરરોજ ૧૫૫ એમએલડી પાણીની જરૂરિયાત રહે છે. દૈનિક ના બદલે આ ૬ ઝોનમાં એકાતરા પાણી વિતરણ કરવાથી સાતથી આઠ એમએલડીની પાણીના જથ્થાની ઓછી જરૂરિયાત રહેશે.

બીજી તરફ જામનગરના મેયર મોનિકાબેન વ્યાસના જણાવ્યા પ્રમાણે વરસાદમાં હજુ થોડા દિવસ રાહ જોવી પડે તેમ જણાતા આગોતરા આયોજન માટે નિર્ણય  કરવો પડે તેમ છે. જો કે એકાંતરા પાણી વિતરણ ક્યારથી શરૂ કરવામાં આવે તેની તારીખ નક્કી નથી કરી. પરંતુ આગામી એકાદ બે દિવસમાં જ નિર્ણય આવી જશે. તેમ તેઓએ જણાવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh