Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચૈતર વસાવા અને આદિવાસી સમાજના અવાજને દબાવવાના
જામનગર તા. ર૪: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને અદાલતે સજાનો ચૂકાદો આપતા જામજોધપુર-લાલપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ જામનગરમાં પત્રકાર પરિષદમાં ગુજરાતની ભાજપ સરકારની દમનકારી નીતિઓની આકરા શબ્દોમાં આલોચના કરી હતી.
ચૈતર વસાવાનેે જે રીતે સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે, તે માત્ર એક કાયદાકીય પ્રક્રિયા નથી, પરંતુ વિપક્ષના મજબૂત અવાજને અને ખાસ કરીને આદિવાસી સમાજના હક્કો માટે લડતા લોકનેતાને રાજકીય રીતે ટાર્ગેટ કરવાનું સુનિયોજિત ષડ્યંત્ર છે. સત્તાપક્ષ હંમેશાં એવા નેતાઓથી ડરે છે જેઓ જનતાના હક્ક માટે રસ્તા પર ઉતરીને લડે છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, શાસક પક્ષ ભલે વિપક્ષના અને આદિવાસી સમાજના પ્રશ્નો ઊઠાવનારા નેતાઓનો અવાજ દબાવવાના ગમે તેટલા પ્રયત્નો કરી લે, પરંતુ લોકશાહીમાં જનતાનો અવાજ ક્યારેય દબાવી શકાતો નથી. જળ, જમીન અને જંગલની રક્ષા માટે તેમજ ગરીબોના કલ્યાણ માટે ચૈતર વસાવાએ જે લડત ઉપાડી છે, તેને કોઈ સજા કે જેલનો ભય રોકી શકશે નહીં.
'સત્તાના નશામાં ચૂર આ ભાજપના શાસકો એ ન ભૂલે કે લોકશાહીમાં જનતા જ ભાગ્યવિધાતા છે. આજે આદિવાસી સમાજ અને વિપક્ષને ડરાવવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે, તેનો જવાબ ગુજરાતની જનતા યોગ્ય સમયે આપશે. ન્યાયતંત્ર પર અમને પૂરો ભરોસો છે અને ઉચ્ચ અદાલતમાં કાયદાકીય લડત લડીને સત્યનો વિજય થશે જ.'
આમ આદમી પાર્ટીનો એક-એક કાર્યકર્તા અને નેતા આ અન્યાય સામે મક્કમતાથી ઊભો છે અને જનતાના અધિકારોની આ લડત ભવિષ્યમાં વધુ ઉગ્ર બનશે તેવી ચિમકી પણ ધારાસભ્ય હેંમત ખવાએ ઉચ્ચ સત્તાધીશોને આપી હતી.
આ પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડ, શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢા, અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial