Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસઓજીએ મોટા માંઢા પાસેથી કબજે કર્યાે: સાત સામે ગુન્હો નોંધાયોઃ
ખંભાળિયા તા.૨૪: ખંભાળિયાના મોટા માંઢા ગામની સીમમાં ગઈકાલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશાકારક માનવામાં આવતી અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલી નશાકારક કેપ્સ્યૂલનો રૂ।.૮૦ લાખથી વધુનો જથ્થો પકડી લેવામાં આવ્યો છે. મુંબઈથી ખરીદવામાં આવેલી આ દવા ૪૧ બોક્સમાં પેક કરી દરિયાઈ માર્ગે સલાયાથી યમન મોકલવાનું કૌભાંડ હતું જેનો પર્દાફાશ થયો છે. હાલમાં સાત શખ્સ સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નકલી ઘી, ખનીજચોરી, દારૂ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે નશાકારક ગણાતી રૂ।.૮૦ લાખની મનાતી અને સલાયાથી અમન મોકલવામાં આવતી કેપ્સ્યૂલનો જથ્થો પકડી લેવામાં આવ્યો છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ મુંબઈથી ખંભાળિયાના રાજદેવસિંહ ભોજુભા સોઢા નામના શખ્સ દ્વારા પ્રેગાબાલીન નામની પ્રતિબંધિત અને નિયંત્રિત દવા મોકલવામાં આવી હતી. આ દવાને સલાયાથી દરિયાઈ માર્ગે યમન મોકલવાનું કૌભાંડ ઉભુ કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત ટ્રેનમાં આ જથ્થો મોકલાવાયા પછી મીની ટ્રક જેવા વાહનમાં સલાયા મોકલવાની તજવીજ કરાતી હતી.
તે દરમિયાન આ દવા અંગેની બાતમી એસઓજીને મળી જતા ખંભાળીયા તાલુકાના મોટા માંઢા ગામ પાસેથી આ જથ્થો કબજે કરી લેવામાં આવ્યો છે. જથ્થામાં રહેલી દવાની બજાર કિંમત રૂ।.૮૦ લાખ ૭૭ હજાર આકારવામાં આવી છે. ઉપરોક્ત દવા રાજદેવસિંહ ભોજુભા સોઢાના નામના બીલથી ખરીદવામાં આવ્યા પછી ૪૧ બોક્સમાં ભરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ વર્ષના જાન્યુઆરીમાં જ આ દવાને નિયંત્રણ હેઠળ મૂકવા અંગેનું ગેઝેટ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. તે પછી પણ ઉપરોક્ત દવા ખરીદ કરવામાં આવી હતી અને તેને દરિયાઈ માર્ગેથી યમન મોકલવા માટે રવાના કરાઈ હતી.
આ બાબતે ખંભાળિયા પોલીસ મથકમાં એસઓજીના જમાદાર એચ.એચ. જાડેજાએ ખુદ ફરિયાદી બની ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. જેમાં મુંબઈના અબ્દુલમોઈન અબ્દુલરહેમાન શેખ, હાલમાં દુબઈમાં રહેતા સલાયાના ઈકબાલ કરીમ ભાયા, યમનના હારીત ઉપરાંત વી પ્રોટેક્ટ કંપની દ્વારા નિર્મિત આ દવાનું બીલ બનાવનાર શખ્સ, બોક્સ પેકીંગ કરનાર શખ્સ, પુનાના મહંમદઅઝરૂદ્દીન સલાઉદ્દીન તથા ખંભાળિયાના રાજદેવસિંહ ભોજુભા સોઢા સહિત સાત આરોપી સામે ગુન્હો નોંધાયો છે.
પ્રેમાબાલીન નામની આ કેપ્સ્યૂલનો ૧૫૦, ૩૦૦, ૪૫૦ એમજીનો ઉપરોક્ત જથ્થો યમન મોકલવાનો હતો. ડ્રગ્સનું લાયસન્સ ન ધરાવતા રાજદેવસિંહના નામે ખોટું બીલ બનાવી નાખવામાં આવ્યું હતું અને બીલ કરતા બોક્સમાં વધુ જથ્થો નીકળી પડ્યો હતો. આ દવા સામાન્ય રીતે ચેતાતંત્રની પીડાના શમન માટે વાપરવામાં આવે છે. ડોક્ટરની દેખરેખ હેઠળ આ દવા ચાલુ કે બંધ કરવામાં આવતી હતી અને તેના પર પ્રતિબંધ મૂકાયો હતો. આ દવાની ત્રણથી ચાર કેપ્સ્યૂલ ખાઈ લેવાથી નશો થઈ શકે તેમ છે. ત્યારે પોલીસે આ ગુન્હામાં વધુ તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial