Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા પોલીસવડાના આદેશથી ખળભળાટઃ
જામનગર તા. ૨૪: જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લોકરક્ષક દળના એક જવાનને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લોકરક્ષક દળના અજયસિંહ પ્રભાતસિંહ જાડેજાને જિલ્લા પોલીસવડા ડો. રવિમોહન સૈનીએ સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યાે છે. તેની સામે બેદરકારી, નિષ્કાળજી તથા પોલીસની સત્તાના દૂરઉપયોગનો આક્ષેપ હતો.
સસ્પેન્શનના આદેશ પ્રમાણે અજયસિંહ જાડેજા સોમવારે ૧૧૨ જનરક્ષક વાનના ઈન્ચાર્જ તરીકે ફરજ પર હતા ત્યારે પોલીસ યુનિફોર્મમાં ન હતા અને સક્ષમ અધિકારીની મંજૂરી કે સૂચના વગર પેટ્રોલિંગ રૂટની બહાર પહોંચ્યા હતા અને પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક અકસ્માત અંગે ત્યાં હાજર પોલીસ કર્મચારી સાથે એક પક્ષની તરફેણમાં તેઓનું વલણ રહ્યું હતું. તેથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial