Advertisement
Author: નોબત સમાચાર

જુનાગઢમાં પાંચમી જુલાઈના યોજાશે રાજ્ય કક્ષાનું 'ગીર- એશિયાઈ સિંહ બચાવો' સંમેલન

નવાનગર નેચર કલબ-જામનગર દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: નવાનગર નેચર કલબ- જામનગર દ્વારા ગીર અને એશિયાઈ સિંહ બચાવો સંમેલન-૨૦૨૬ જુલાઈના જુનાગઢમાં યોજાશે. જેમાં ગુજરાતભરના પ્રકૃતિ પ્રેમીઓ, પર્યાવરણ સંસ્થાઓ અને વન્ય જીવ નિષ્ણાતો જોડાશે.

તાજેતરના સમયમાં ગીર અને ગ્રેટર ગીર વિસ્તારમાં એશિયાઈ સિંહોના સંરક્ષણ,ગીરના સંવેદનશીલ વિસ્તારોમાં પ્રસ્તાવિત માઇનિંગ પ્રવૃત્તિઓ,માલધારીઓના પુનર્વસન,ગેરકાયદેસર રિસોર્ટ,વન્યજીવ કોરિડોરના સંરક્ષણ તેમજ અન્ય પર્યાવરણીય મુદ્દાઓને લઈને સમગ્ર ગુજરાતમાં ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે.આ મુદ્દાઓ માત્ર ગીર પૂરતા મર્યાદિત નથી,પરંતુ સમગ્ર રાજ્યના જૈવ વૈવિધ્ય અને પર્યાવરણીય સંતુલન સાથે સીધો સંબંધ ધરાવે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નવાનગર નેચર ક્લબ, જામનગર દ્વારા તા. ૫ જુલાઈ,૨૦૨૬ (રવિવાર) ના જૂનાગઢમાં *ગીર અને એશિયાઈ સિંહ બચાવો સંમેલન૨૦૨૬* નું આયોજન કરવામાં આવ્યું છે.

આ રાજ્ય કક્ષાના સંમેલનમાં ગુજરાતભરમાં કાર્યરત પ્રકૃતિ મંડળો, પર્યાવરણ સંસ્થાઓ, વન્યજીવપ્રેમીઓ, પક્ષી પ્રેમીઓ,સંશોધકો, પર્યાવરણ વિદે,સામાજિક કાર્યકરો તથા જાગૃત નાગરિકો એકત્રિત થઈ ગીર અને એશિયાઈ સિંહોના સંરક્ષણ સાથે જોડાયેલા વર્તમાન પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરશે.

સંમેલનમાં ગીરના સંવેદનશીલ વિસ્તારોમાં વધતા વિકાસ દબાણ, વન્યજીવ હેબિટેટ અને કોરિડોરના સંરક્ષણ, માનવ-વન્યપ્રાણી સંઘર્ષ, જંગલ વ્યવસ્થાપન, પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓને પડતી સમસ્યાઓ,કાયદાકીય પડકારો તેમજ ભવિષ્યમાં સંયુક્ત રીતે કેવી રીતે કાર્ય કરવું તે અંગે વિચારવિમર્શ કરવામાં આવશે.

આ ઉપરાંત ગુજરાતના અન્ય અભ્યારણ્યો,રાષ્ટ્રીય ઉદ્યાનો અને સંરક્ષિત વિસ્તારોમાં ઉભા થતા પર્યાવરણીય પ્રશ્નો તથા તેમના ઉકેલ માટે રાજ્યવ્યાપી સહકાર અને સંકલન અંગે પણ ચર્ચા કરવામાં આવશે.સંમેલનનો મુખ્ય હેતુ પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓને એક મંચ પર લાવી સંયુક્ત રણનીતિ ઘડવાનો છે,જેથી ભવિષ્યમાં કુદરતી સંપત્તિ, જંગલો અને વન્યજીવોના હિતમાં વધુ અસરકારક રીતે કાર્ય કરી શકાય.

સંમેલનમાં દેશના અગ્રણી પર્યાવરણવિદ્દે, વન્યજીવ નિષ્ણાતો, પ્રકૃતિ શિક્ષણકારો, સંશોધકો અને પ્રકૃતિપ્રેમી આગેવાનો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.આ સંમેલન ગુજરાતના પર્યાવરણ આંદોલનને નવી દિશા અને નવી શક્તિ પ્રદાન કરશે.

નવાનગર નેચર ક્લબ દ્વારા ગુજરાતના તમામ પ્રકૃતિપ્રેમી મિત્રો,પર્યાવરણ સંસ્થાઓ,નેચર ક્લબો, પક્ષીપ્રેમી મંડળો, વન્યજીવપ્રેમીઓ ને સંમેલનમાં સહભાગી બનવા અનુરોધ કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh