Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શિક્ષણક્ષેત્ર વધુ મજબૂત બને તે હેતુથી
ખંભાળિયા તા. ૨૪: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિક્ષણક્ષેત્ર વધુ મજબૂત બને તેમજ છેવાડાના વિસ્તારોમાં બાળકોને તેના ઘરઆંગણે જ શિક્ષણની પાયાની સુવિધાઓ પ્રાપ્ત થઈ શકે તે હેતુથી વર્ષ ૨૦૨૬ના નવા શૈક્ષણિક સત્રથી ૧૩ નવી માધ્યમિક શાળાઓ મંજૂર કરવામાં આવી છે. આ ૧૩ નવી શાળાઓની મંજૂરીથી ગ્રામ્ય તેમજ છેવાડાના વિસ્તારોમાં માધ્યમિક શિક્ષણ સ્તરમાં વધારો થશે તેમજ ડ્રોપઆઉટ રેશિયોમાં ઘટાડો થશે.
જેમાં ખંભાળિયા તાલુકામાં આરએમએસએ માધ્યમિક શાળા-વડાલીયા સિંહણ, આરએમએસએ માધ્યમિક શાળા-દાંતા, આરએમએસએ માધ્યમિક શાળા-સોનારડી, આરએમએસએ માધ્યમિક શાળા-ખજુરિયા, આરએમએસએ માધ્યમિક શાળા-સોઢા તરઘરી, આરએમએસએ માધ્યમિક શાળા-ચુડેશ્વર, આરએમએસએ માધ્યમિક શાળા-ગોઈંજ, આરએમએસએ માધ્યમિક શાળા - પરોડિયા, કલ્યાણપુર તાલુકામાં સરકારી માધ્યમિક શાળા-રાવલ (હનુમાન ધાર), આરએમએસએ માધ્યમિક શાળા-સિદસરા, દ્વારકા તાલુકામાં સરકારી માધ્યમિક શાળા-ભીમરાણા, આરએમએસએ માધ્યમિક શાળા-ધ્રાસણવેલ અને આરએમએસએ માધ્યમિક શાળા-મોજપમાં મંજૂર કરવામાં આવી છે. જેમાં ધ્રાંસણવેલ, મોજપ, સિદસરા, સોનારડી, ખજુરિયા, સોઢા તરઘરી, ચુડેશ્વર, ગોઈંજ અને પરોડિયા પ્રાથમિક શાળાઓમાં કેમ્પોઝિટ માધ્યમિક શાળા તરીકે મંજૂર કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial