Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટીટોડીના ઈંડાનું પરીબળ પ્રતિકુળ રહ્યું:
ખંભાળીયા તા. ૨૪: આ વર્ષે કેરળમાં સમયસર શરૂ થઈ ગયેલું ચોમાસું મુંબઈ તથા ગુજરાત તરફ ક્રમશઃ આગળ વ્યવસ્થિત ન વધતા તથા અલનીનોની અસર પણ ચોમાસાને પ્રતિકુળ બનાવતી હોય દ્વારકા સહિત ગુજરાતમાં આ વર્ષે ચોમાસા વરસાદની સ્થિતિ થોડી નબળી રહેવાની સંભાવના નિષ્ણાતો જણાવી રહ્યા છેે.
ગ્રામ્ય વિસ્તારમાં /ટીટોડીના ઈંડા/પરિબળ પણ પ્રતિકુળ
દ્વારકા તથા જામનગર જિલ્લા હાલારમાં આ વર્ષે ટીટોડીના ઈંડા મુકવાનું પરિબળ પણ વરસાદને અનુકૂળ નથી. ટીટોડી ઈંડા જ્યાં વરસાદનું પાણી પૂર ના પહોંચે ત્યાં મુકતી હોય છે. આ વખતે ખેડૂતોના જણાવ્યા મુજબ ખેતરોમાં જ્યાં પાણી નીકળતું હોય તેવી જમીન પર નીચે જ મુકયા છે. જે ચોમાસામાં બહુ પૂર ના આવે તેવું સૂચવે છે. અને અનેક સ્થળે ચોમાસા પહેલા જ ઈંડામાંથી બચ્ચા થઈ ગયા હોય, આ વિસ્તારમાં ચોમાસું મોડું પણ સૂચવે છે. અગાઉ ૨૦૧૦માં જ્યારે રાજ્યમાં સૌથી વધુ દ્વારકા જિલ્લામાં ૧૧૮ ઈંચ વરસાદ ખંભાળીયામાં પડયો હતો ત્યારે ટીટોડીએ ઈંડા જી.વી.જે. હાઈસ્કૂલની અગાસી ઉપર બીજે માળે મુકયા હતા !! દેશી વરસાદની પદ્ધતિમાં કાતરો શિયાળામાં બંધાયા હતા તેમાં પણ ક્યાંક કાતરા ભાંગી ગયા હોય, વરસાદની મજબૂત સ્થિતિ બગડી જાય તેવી સંભાવના પણ મનાય છે.
દુકાળમાં અધિક માસ
પ્રાચીન સમયથી ગુજરાતીમાં કહેવત છે કે દુકાળમાં અધિક માસ. આમ તો, મુસીબત ભરી સ્થિતિમાં મુસીબતનો ઉમેરો થયો હોય તેમ હોય છે. આ વર્ષે જેઠ માસમાં અધિક માસ હોય, ગ્રામ્ય પંથકમાં પ્રાચીન સમયથી અધિક માસમાં વરસાદ ઓછો પડે દુકાળની સ્થિતિ થાય તેવું કહેવાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial