Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂપિયા પોણા ત્રણેક લાખનો મુદ્દામાલ કબજે કરી લેતી પોલીસઃ
જામનગર તા. ૨૪: જામનગરના નવાગામ ઘેડમાં ગઈકાલે પોલીસે વોચ રાખી એક મોટરમાંથી ૯૭ ચપલા કબજે કર્યા છે. ઝડપાયેલા શખ્સે અન્ય એકનું નામ આપ્યું છે. તે પછી સ્કૂટરમાં પચ્ચીસ ચપલા સાથે પસાર થતો એક શખ્સ પકડાઈ ગયો છે. તેણે પણ સાગરિતનંુ નામ આપ્યું છે. પવનચક્કી સર્કલ પાસેથી ચાર શખ્સ ૧૮ બોટલ સાથે મળી આવ્યો છે. સુભાષ શાક માર્કેટ પાસેથી એક શખ્સ ચાર બોટલ સાથે ઝડપાયો છે અને દિગ્વિજય પ્લોટમાંથી બે ચપલા સાથે એકની પોલીસે અટકાયત કરી છે.
જામનગરના નવાગામ ઘેડમાં આવેલા ખડખડનગરમાં ગઈકાલે સાંજે પસાર થતી એક મોટરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો લઈ જવામાં આવતો હોવાની બાતમી પરથી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે વોચ રાખી હતી.
તે દરમિયાન ત્યાંથી પસાર થયેલી ફોર્ડ કંપનીની ફીગો મોટરને પોલીસે રોકાવી તેની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબના ૯૭ ચપલા મળી આવ્યા હતા. પોલીસે ચપલા, મોટર મળી કુલ રૂ।.૨૦૪૧૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. આ જથ્થા સાથે ઝડપાયેલા નવાગામ ઘેડવાળા મુકેશ રાયમલ લોલારીયા નામના શખ્સે પોતાના સાગરિત ભોઈવાડા પાસે રહેતા વિક્કી ઠાકોરનું નામ આપ્યું છે.
નવાગામ ઘેડમાં ખડખડનગર પાસે પાડવામાં આવેલા બીજા દરોડામાં એક્સેસ સ્કૂટરમાં ઈંગ્લીશ દારૂના પચ્ચીસ ચપલા સાથે જઈ રહેલા મોહિત કાનાભાઈ ચાવડા નામના શખ્સને દબોચી લેવામાં આવ્યો છે. આ શખ્સે અરજણભાઈ માંડણભાઈ જોગલ પાસેથી ચપલા લીધાની કબૂલાત આપી છે. કુલ રૂ।.૪૭પ૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.
જામનગરના સુભાષ શાક માર્કેટ વિસ્તારમાંથી ગઈકાલે રાત્રે ઈંગ્લીશ દારૂની ચાર બોટલ સાથે રાજપાર્ક નજીકના રમણ પાર્કમાં રહેતો આકાશ મહેશભાઈ બારૈયા નામનો શખ્સ મળી આવ્યો છે. પોલીસે બોટલ કબજે કરી આકાશની ધરપકડ કરી છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૬૪માંથી ગઈકાલે રાત્રે જેઠાનંદ હેમનદાસ રામનાણી ઉર્ફે જગુ સીકંદર નામનો શખ્સ ઈંગ્લીશ દારૂના બે ચપલા સાથે ઝડપાઈ ગયો છે.
જામનગરના પવનચક્કી સર્કલ પાસેથી ગઈકાલે બપોરે પસાર થતાં મન અનિલભાઈ વ્યાસ, કૌશલ વિનોદભાઈ પંડયા, મારૂત નટવરલાલ ચુડાસમા, ગૌતમ વિરેન્દ્રભાઈ કામરીયા નામના ચાર શખ્સને પોલીસે રોકી લઈ તેઓની પાસે રહેલા થેલાની ચકાસણી કરતા તેમાંથી ઈંગ્લીશ દારૂની ૧૮ બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ કબજે કરી ચારેય શખ્સની ધરપકડ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial