Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની પ્રેસ કોન્ફરન્સ
જામનગર તા. ર૪: રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લા પાનસેરિયાએ જણાવ્યું છે કે, જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં કેથલેબની શરૂઆત થશે. પત્રકાર પરિષદ દરમિયાન તેમણે કહ્યું હતું કે, તબીબી વિદ્યાર્થીઓના બોન્ડના પ્રશ્ને સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવાશે.
સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જામનગરની ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલમાં આગામી છ માસમાં ન કેથલેબની સુવિધા શરૂ કરવામાં આવશે. તેમ રાજ્યના આરોગ્ય મંત્રીએ જામનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
તેમણે ગઈકાલે સાંજે જામનગરની એમ.પી. શાહ મેડિકલમાં તબીબી વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપનો કાર્યક્રમ યોજાયો હતો. આ સમયે પત્રકારો સાથે વાતચીત કરતા આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં કેથલેબની સુવિધા આગામી છ માસમાં શરૂ કરવામાં આવશે. એટલે કે હૃદયરોગના દર્દીઓને એન્જ્યોગ્રાફી અને અન્જિઓપ્લાસ્ટિની સુવિધા જામનગરમાં જ મળી રહેશે.
આ સુવિધા માટે છેલ્લા કેટલાક વર્ષોથી પ્રયત્નો ચાલી રહ્યા હતાં. આખરે આ સુવિધા આગામી સમયમાં નગરજનોને મળતી થશે, જો કે કેથલેબ માટે સંબંધિત વિભાગના નિષ્ણાત તબીબોની અને રાઉન્ડ ધ ક્લોક મેડિકલ ઓફિસરની જરૂર રહેશે.
આ ઉપરાંત આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, તબીબી વિદ્યાર્થીઓને બોન્ડમાં રાહત આપવામાં આવશે. કારણ કે બોન્ડની મોટી રકમ ભરનાર તબીબી વિદ્યાર્થીને પેનલ્ટી સહિતની રકમનું લાખો રૂપિયાનું નુક્સાન થતું હોય છે. આ માટે સરકાર પોતાની નીતિમાં બદલાવ કરવા વિચારણા કરી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial