Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી રવિવાર તા. ૨૮મી જૂને અપાશે
ખંભાળિયા તા. ૨૪: દેવભૂમિ દ્વારકામાં તા. ૨૮/૦૬/૨૬ને રવિવારના પોલીયો એન.આઈ.ડી. રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે. આ પોલીયો રસીકરણ કામગીરીમાં જિલ્લા કક્ષા તથા તાલુકા કક્ષાના અધિકારીઓ, સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓના કાર્યકરો સંકલનમાં રહીને હાઈરીસ્ક વિસ્તાર, ઝૂંપડપટ્ટી વિસ્તાર, ઈંટોના ભઠ્ઠા, ઔદ્યોગિક એકમો, દુર્ગમ વિસ્તારો, નેસ વિસ્તારને આવરી લઈ પોલીયો રસીકરણ કામગીરી હાથ ઘરવામાં આવશે. જિલ્લાના દરેક ગામોમાં આ કાર્યક્રમમાં લોકો જોડાય તે માટે માઈક પર પ્રચાર, ધાર્મિક સ્થળોએથી એલાન, બેનર્સ, રેલીઓ, પોસ્ટર વગેરે માધ્યમોથી જનજાગૃતિ ફેલાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના આર.સી.એચ.અધિકારીશ્રી દ્વારા જણાવ્યા મુજબ જિલ્લા દેવભૂમિ દ્વારકામાં આશરે ૯૦,૩૦૫ બાળકોને પ્રથમ દિવસે ૪૧૦ પોલીયોના બુથ ઉપર તેમજ બીજા અને ત્રીજા દિવસે ૭૩૯ ટીમ તેમજ ૬૧ મોબાઈલ ટીમ દ્વારા ઘેર-ઘેર ફરી જિલ્લાના ૦ થી ૫ વર્ષના બાળકોને પોલીયોની રસી આપવામાં આવશે.
જિલ્લાના દરેક આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પેટા આરોગ્ય કેન્દ્રો, સરકારી હોસ્પિટલો, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશનો, ધાર્મિક સ્થળો ઉપર બુથ ગોઠવાશે. જિલ્લાના હાઈ રીસ્ક વિસ્તારો તેમજ ૨૭ ટ્રાન્ઝીસ્ટ પોઈન્ટ પર પોલીયોની રસી પીવડાવવામાં આવશે.
જાગૃત નાગરીકો દ્વારા તેમના આસપાસના વિસ્તારમાં બાળકોને રવિવારના પોલીયોના બુથ ઉપર જઈ પોલીયોના રસી અપાવવા માટે પ્રોત્સાહિત કરવા અને આ કાર્યક્રમને સંપૂર્ણ સહકાર આપી ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલીયોની રસી પીવડાવી પોલીયોથી રક્ષિત કરવા જિલ્લા દેવભૂમિ દ્વારકાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા અપીલ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial