Advertisement
Author: નોબત સમાચાર

ભારતમાં શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવવા કોંગ્રેસ દ્વારા ચલાવાશે 'છાત્ર કી ગૂંજ' ચળવળ

ગુજરાત સહિત દેશભરમાં શિક્ષણના ખાનગીકરણ સામે આક્રોશ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૪: ભારતમાં શિક્ષણ ક્ષેત્રે ભાજપ સરકારના શાસનમાં ખાનગીકરણ, પરીક્ષા પદ્ધતિ, પેપરલીક થવાના કૌભાંડોના કારણે દેશના બાળકો અને યુવા વર્ગના ભાવિ સાથે ગંભીર ચેડાં થઈ રહ્યા છે. આ સંજોગોમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ રાજસ્થાનના કોટાથી દેશના બાળકો અને યુવા વર્ગના અવાજને બૂલંદ કરવા 'છાત્ર કી ગૂંજ' અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં દરેક શહેર/તાલુકા/જિલ્લા સ્તરે 'છાત્ર કી ગૂંજ' અંતર્ગત વિદ્યાર્થીઓ, વાલીઓ, બુદ્ધિજીવીઓ, શિક્ષણ વિદે, ચિંતકો સાથે ખુલ્લા મંચના વાર્તાલાપના કાર્યક્રમો યોજાશે તેમ જામનગરમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં શહેર/જિલ્લા કોંગ્રેસના પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા દસ વર્ષમાં ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને મહત્ત્વના ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ માટેની 'નીટ' જેવી પરીક્ષાઓમાં પેપરો લીક થવાના ૮૯ કૌંભાંડો થયા છે.

નીટની પરીક્ષાનું પેપર ફૂટી જવાના કારણે દેશના રર લાખથી વધુ અને ગુજરાતના ૮૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતાં. દેશમાં કેટલાક કિસ્સાઓમાં છાત્રોએ આત્મહત્યા કરવી પડે તેવી સ્થિતિ પણ આ કૌભાંડના કારણે થઈ હતી.

દેશના તમામ ક્ષેત્રના વિકાસનો પાયો ભારતના આજના બાળકો, યુવા વિદ્યાર્થીઓ છે, ત્યારે તેમને શિક્ષણ મેળવવામાં થઈ રહેલા અન્યાય, મુશ્કેલી અંગે કોંગ્રેસ દ્વારા શિક્ષણ નીતિમાં આમૂલ પરિવર્તન લાવવા આ અભિયાન ચલાવવામાં આવશે.

તેમણે સીધો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપના શાસનમાં ભાજપના જ નેતાઓની ખાનગી યુનિવર્સિટીઓ, શાળા-કોલેજો ચાલે છે અને શિક્ષણને વેપાર બનાવી દીધું છે. સરકારના નિયમો અને આદેશોનું આ ખાનગી શિક્ષણ સંસ્થાઓ ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી બેફામ ફી વસૂલવા સહિતની મનમાની કરી રહી છે અને સરકાર તેને પ્રોત્સાહન આપી રહી છે. ગુજરાતમાં પણ સરકારી નોકરીની સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપરો લીક થવાના કારણે બેરોજગારી વધી રહી છે અને નિમણૂકોમાં વિલંબ થઈ રહ્યો છે.

પ્રદેશ કક્ષાએથી ગુજરાતમાં યોજાનાર તબક્કાવાર કાર્યક્રમો નક્કી થશે અને અમદાવાદમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં ખુલ્લા મંચમાં 'છાત્ર કી ગૂંજ' કાર્યક્રમ યોજાનાર છે.

આ પત્રકાર પરિષદમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથીરિયાએ પણ સરકારની શિક્ષણક્ષેત્રે ખાનગીકરણની નીતિ અંગે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. સૌનું સ્વાગત શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ કર્યું હતું.

આ પત્રકાર પરિષદમાં પ્રદેશના વરિષ્ઠ આગેવાન ભીખુભાઈ વારોતરિયા, બિપેન્દ્રસિંહ જાડેજા, જીવણભાઈ કુભરવાડિયા, વિપક્ષના પૂર્વ નેતા ધવલભાઈ નંદા, પ્રવક્તા સંજયભાઈ કાંબરિયા, એનએસયુઆઈ તથા યુવા કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh