Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગાંધીધામની પેઢીએ બાર્જ, ટગ ભાડે મેળવવા ઉપરાંત સર્વિસ લઈ લોન પણ લીધી હતીઃ
જામનગર તા. ૨૪: જામનગરના ટાઉનહોલ વિસ્તારમાં આવેલી શ્રીજી હાઉસ નામની ઈમારતમાં શ્રીજી શીપીંગ તેમજ નરોત્તમકા કોમોડિટીઝ પ્રા.લિ. તથા સિદ્ધિ મરીન સર્વિસીઝ નામની ત્રણ પેઢીનું સંચાલન કરતા જામનગરના એક ઉદ્યોગપતિ પાસેથી વર્ષ ૨૦૧૯થી વર્ષ ૨૦૨૬ સુધી કચ્છના ગાંધીધામની એક પેઢીએ જુદી જુદી સર્વિસ મેળવવા ઉપરાંત લોન પણ લીધી હતી. તેના બાકી રહેતા રૂ।.૨૦,૫૬,૮૫,૩૮૪ ચૂકવવામાં ન આવતા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. અંદાજે ૧૦૦થી વધુ ગાંધીધામની પેઢીના બીલ રીલીઝ થયા હતા જેમાંથી કેટલાક બીલના પેમેન્ટ કરવામાં આવ્યા હતા અને બાકીના બીલનું પેમેન્ટ ન કરાતા આખરે ગુન્હાહિત વિશ્વાસઘાત કરવા અંગે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
જામનગરની જાણીતી શ્રીજી શીપીંગ કંપનીના અને ટાઉનહોલ નજીક શ્રીજી હાઉસ નામની ઓફિસમાં કાર્યરત જીતેન્દ્ર હરિદાસ લાલ (જીતુભાઈ લાલ) દ્વારા કચ્છના ગાંધીધામમાં લીલાશાહ સર્કલ પાસે પ્લોટ નં.૬૪૦માં ૧ર/સીમાં કાર્યરત મહેશ્વરી હેન્ડલીંગ એજન્સી પ્રા.લિ.ના ડાયરેક્ટર ચંદનકુમાર છગનલાલ મહેશ્વરી સામે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રૂ।.૨૦ કરોડ ૫૬ લાખ ૮૫૩૮૪ની છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ શ્રીજી શીપીંગ કંપની પાસેથી વર્ષ ૨૦૧૯માં ચંદનકુમારે પોતાની પેઢી મહેશ્વરી હેન્ડલીંગ એજન્સી માટે બાર્જ અને ટગ ભાડે મેળવવા ઉપરાંત શીપીંગ કંપની દ્વારા આપવામાં આવતી સર્વિસ મેળવવા ઉપરાંત સ્ટીવડોરીંગ સર્વિસ પણ લેવામાં આવી હતી. તે પેટે રૂ।.૨,૫૬, ૭૨,૪૪૦ ચૂકવવાના બાકી હતા.
તે ઉપરાંત સિદ્ધિ મરીન સર્વિસીસ એલએલપી પાસેથી મેળવેલી સેવા બદલ મહેશ્વરી હેન્ડલીંગ એજન્સીએ રૂ।.૧૩,૭૩,૧૭,૬૮૭ ચૂકવવાના બાકી હતા. તે ઉપરાંત જીતુભાઈ લાલની નરોત્તમકા કોમોડિટીઝ પ્રા.લિ. પેઢીમાંથી લીધેલી લોન અને તેનું વ્યાજ મળી રૂ।.૪,૨૬,૯૫,૨૫૭ ચૂકવવાના બાકી હતા.
આવી રીતે કુલ રૂ।.૨૦,૫૬,૮૫,૩૮૪ મહેશ્વરી હેન્ડલીંગ એજન્સીએ ચૂકવવાના બાકી હોવા છતાં ચંદનકુમાર છગનલાલ મહેશ્વરીએ તે રકમ ન ચૂકવતા આખરે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. ટાઉનહોલ પાસે આવેલી શ્રીજી હાઉસ નામની ઈમારતમાં ફરિયાદી જીતુભાઈ લાલની શીપીંગ કંપની તેમજ સિદ્ધિ મરીન સર્વિસીઝ અને નરોત્તમકા કોમોડિટીઝ પ્રા.લિ.નું સંચાલન કરવામાં આવે છે અને તેમની પાસેથી છેલ્લા સાત વર્ષમાં ગાંધીધામની મહેશ્વરી હેન્ડલીંગ એજન્સીના ચંદનકુમાર છગનલાલ મહેશ્વરીએ જુદા જુદા સમયે સર્વિસ મેળવવા ઉપરાંત લોન પણ લીધી હતી અને તેની પરત ચૂકવણી કરી ન હતી. પોલીસે બીએનએસની કલમ ૩૧૬ (ર) મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial