Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાલારમાં જમીન દફતર નિરીક્ષકની
જામનગર તા. ૨૪: જમીન દફતર ખાતાની જિલ્લા કક્ષાએ નિરીક્ષક જમીન દફતર, વર્ગ-૨ સંવર્ગની જગ્યાઓની કામગીરી તાલુકા કક્ષાએ લઈ જવાથી વહીવટી તંત્ર સુદૃઢ બને તેમજ તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિ તથા તાલુકા કક્ષાએ ઉદ્ભવતા પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ થાય તથા પ્રજાને કામગીરી માટે જિલ્લા કક્ષાએ જવાના બદલે તેઓના રહેઠાણની નજીક તાલુકા કક્ષાએ ત્વરિત સેવા મળી શકે તે હેતુથી મહેસૂલ વિભાગ દ્વારા જિલ્લા નિરીક્ષક જમીન દફતર, વર્ગ-૨ સંવર્ગ અને તે સંવર્ગ હેઠળની તમામ જગ્યાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ કરીને જમીન દફતર નિરીક્ષક, વર્ગ-૨ની કચેરીઓ કાર્યરત કરવામાં આવી છે. જેમાં તાલુકા કક્ષાની કામગીરી કરવા માટે હાલની વર્ગ-૨ની કચેરીઓમાં વર્ગ-૩માં ફરજ બજાવતા સિનિયર સર્વેયર, અને સર્વેયર તથા કલાર્કને બદલી સાથે તાલુકાની ફાળવણી કરવામાં આવી છે.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા અને તાલુકાઓમાં આવેલા જમીન દફતર નિરીક્ષકની કચેરીઓમાં સિનિયર સર્વેયર અને સર્વેયર તથા કલાર્કની નિમણૂક કરવામાં આવી છે. જમીન દફતર નિરીક્ષક-જામખંભાળિયા કચેરીમાં સિનિયર સર્વેયર-૧ તરીકે કિરીટ કુમાર અગ્રાવત, સિનિયર સર્વેયર-૨ તરીકે પૂજા આહિર, સિનિયર સર્વેયર-૩ તરીકે અશોક ખૂંટી, સિનિયર સર્વેયર-૪ તરીકે કમલેશભાઈ ચુડાસમા, જમીન દફતર નિરિક્ષક- ભાણવડ કચેરીમાં સિનિયર સર્વેયર-૧ તરીકે વિજય કરંગીયા, સિનિયર સર્વેયર-૨ તરીકે હિતેષ ધુવા, સિનિયર સર્વેયર-૩ તરીકે નિરલ ગોધમ જમીન દફતર નિરીક્ષક-ઓખા મંડળ (દ્વારકા)ની કચેરીમાં સિનિયર સર્વેયર-૧ તરીકે દિનેશ ડાંગર, સિનિયર સર્વેયર-૨ તરીકે હેપીકુમાર ગડારા, સિનિયર સર્વેયર-૩ તરીકે પાર્થકુમાર ચૌધરી, સિનિયર સર્વેયર-૪ તરીકે ભદ્રેશ બલદાણીયા, કલ્યાણપુરમાં સિનિયર સર્વેયર-૧ તરીકે હાર્દિક કારેણા, સિનિયર સર્વેયર-૨ તરીકે જયરાજસિંહ ગોહિલ, સિનિયર સર્વેયર-૩ તરીકે કિરણ કરમુરની નિમણૂક કરવામાં આવી છે.
જામખંભાળિયાની જમીન દફતર નિરિક્ષકની કચેરીમાં સર્વેયર-૧ તરીકે કિશોર રાઠોડ, સર્વેયર-૨ તરીકે અનવર કડિવાર, સર્વેયર-૩માં સાગર રાઠોડ, ભાણવડની કચેરીમાં સર્વેયર-૧ તરીકે વિજય રાઠવા, સર્વેયર-૨ તરીકે નેહલકુમાર રાઠવા, ઓખા મંડળ (દ્વારકા)ની કચેરીમાં સર્વેયર-૧ તરીકે શન્ની પીઠવા, સર્વેયર-૨ તરીકે વિજય ડાભી, કલ્યાણપુરમાં સર્વેયર-૧ તીરકે જયેશ કરંગીયા, સર્વેયર-૨ તરીકે દિલીપ રાઠવાની નિમણૂક કરવામાં આવી છે.
જમીન દફતર નિરીક્ષક-ખંભાળિયાની કચેરીમાં કલાર્ક તરીકે પ્રેમજી ગાળીયા તથા ઓખા મંડળ (દ્વારકા)માં કલાર્ક તરીકે જગદીશ નકુમની નિમણૂક કરવામાં આવી છે.
જમીન દફતર નિરીક્ષક- જામનગર (શહેર)માં સિનિયર સર્વેયર-૧ તરીકે રાકેશકુમાર સોલંકી, સિનિયર સર્વેયર-૨ તરીકે પાર્થ પરસાણા, સિનિયર સર્વેયર-૩ તરીકે બ્રિજેશ ધમસાણીયા, સિનિયર સર્વેયર-૪ તરીકે નિધી રાવલ, જામનગર (ગ્રામ્ય)માં સિનિયર સર્વેયર-૧ તરીકે ચંદ્રેશ નકુમ, સિનિયર સર્વેયર-૨ તરીકે જયદીપ કુબાવત, સિનિયર સર્વેયર-૩ તરીકે જીતેન્દ્રકુમાર અંસારી, સિનિયર સર્વેયર-૪ તરીકે ધર્મદિપસિંહ ઝાલા, કાલાવડમાં સિનિયર સર્વેયર-૧ તરીકે કિશનકુમાર કટેશીયા, સિનિયર સર્વેયર-૨ તરીકે નિલેશકુમાર નકુમ, સિનિયર સર્વેયર-૩ તરીકે ધાર્મિક લુણાગરીયા, લાલપુરમાં સિનિયર સર્વેયર-૧ તરીકે ગોવિંદ ડાંગર, સિનિયર સર્વેયર-૨ તરીકે માનસી ઉપાધ્યાય, સિનિયર સર્વેયર-૩ તરીકે જયદીપ ટાંક, સિનિયર સર્વેયર-૪ તરીકે જીતેશ ફલીયા, જામજોધપુરની કચેરીમાં સિનિયર સર્વેયર-૧ તરીકે કિરીટકુમાર શેઠીયા, સિનિયર સર્વેયર-૨ તરીકે પ્રતીપાલસિંહ ગોહિલ, સિનિયર સર્વેયર-૩ તરીકે કુલદિપસિંહ જાડેજા, ધ્રોલમાં સિનિયર સર્વેયર-૧ તરીકે રાકેશગીરી ગોસાઈ, સિનિયર સર્વેયર-૨ તરીકે હિતેશકુમાર ચાવડા, સિનિયર સર્વેયર-૩ તરીકે પાર્થ ભાણવડીયા, જોડિયામાં સિનિયર સર્વેયર-૧ તરીકે કાંતિભાઈ ભીમાણી, સિનિયર સર્વેયર-૨ તરીકે દેવાણંદ વસરા, સિનિયર સર્વેયર-૩ તરીકે જીગરાજસિંહ ચુડાસમાની નિમણૂક કરવામાં આવી છે.
જમીન દફતર નિરીક્ષક- જામનગર (શહેર)ની કચેરીમાં સર્વેયર-૧ તરીકે રાકેશ બેરા, સર્વેયર-૨ તરીકે ગૌતમકુમાર મકવાણા, સર્વેયર-૩ તરીકે મયંકકુમાર ઓઝા, સર્વેયર-૪ તરીકે વિશેષકુમાર ચાંદ્રા, સર્વેયર-૫ તરીકે હાર્દિક રાવલીયા, સર્વેયર-૬ તરીકે હર્ષિદાબેન કણઝારીયા, સર્વેયર-૭ તરીકે કૃપા શુકલ, જામનગર (ગ્રામ્ય)માં સર્વેયર-૧ તરીકે મિલન વરૂ, સર્વેયર-૨ તરીકે ઉમંગ ભલસોડ, સર્વેયર-૩ તરીકે હેપીબેન પટેલ, સર્વેયર-૪ તરીકે મમતા પાતરીયા, સર્વેયર-૫ તરીકે મનીષ ગોહિલ, સર્વેયર-૬ તરીકે સાગર ટંકારીયા, કાલાવડ કચેરીમાં સર્વેયર-૧ તરીકે નિતિન નકુમ, સર્વેયર-૨ તરીકે હિનાબેન મહેશ્વરી, સર્વેયર-૩ તરીકે બ્રિજેશ બોપલીયા, સર્વેયર-૪ તરીકે કર્મદીપસિંહ રાણા, સર્વેયર-૫ તરીકે મોહમદ સાદિક ગઢવાલા, સર્વેયર-૬ તરીકે જીતેન્દ્ર ગોહિલ, લાલપુર કચેરીમાં સર્વેયર-૧ તરીકે દિપક કરંગીયા, સર્વેયર-૨ તરીકે દિનેશ માડમ, સર્વેયર-૩ તરીકે સુરભી પરમાર, સર્વેયર-૪ તરીકે કવિતા પીઠડીયા, સર્વેયર-૫ તરીકે સ્મિત પરમાર, સર્વેયર-૬ તરીકે જયસુખભાઈ મકવાણા, જામજોધપુર કચેરીમાં સર્વેયર-૧ તરીકે નેમિષ ઝાટિયા, સર્વેયર-૨ તરીકે ભાવિકા કાપડી, સર્વેયર-૩ તરીકે નિધિ રાણા, સર્વેયર-૪ તરીકે પરબત ખુટી, સર્વેયર-૫ તરીકે ગૌતમસિંહ જાડેજા, ધ્રોલ કચેરીમાં સર્વેયર-૧ તરીકે ક્રિષ્ના ખખ્ખર, સર્વેયર-૨ તરીકે પિયુષકુમાર ઘેડિયા, સર્વેયર-૩ તરીકે નિરજ નળીયાપરા, સર્વેયર-૪ તરીકે સુમન ભરડવા, સર્વેયર-૫ તરીકે જાન્વી ગોહેલ, સર્વેયર-૬ તરીકે કોમલબેન કટારા, જોડિયામાં સર્વેયર-૧ તરીકે હાર્દિક પરમાર, સર્વેયર-૨ તરીકે દિનેશ ઢીલા, સર્વેયર-૩ તરીકે પાર્થ ઠુંમર, સર્વેયર-૪ તરીકે રામભાઈ આયર, સર્વેયર-૫ તરીકે માનસી અઘેરા, સર્વેયર-૬ તરીકે રવિ અઘેરા.
જમીન દફતર નિરીક્ષક જામનગર (શહેર) કચેરીમાં કલાર્ક તરીકે સુનિલ મોરી અને લાલપુરની કચેરીમાં કુલદિપસિંહ ઝાલા તથા જામનગર (ગ્રામ્ય) માં કલાર્ક તરીકે હાર્દિક ગઢવીની નિમણૂક કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial