Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાઉન્સેલિંગ થકી ૧૪ વર્ષનું લગ્નજીવન તૂટતા બચાવ્યું:
ખંભાળિયા તા. ૨૪: દ્વારકામાં દારૂ પીને પત્ની સાથે મારકૂટ કરતા કંટાળેલી પત્ની દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવતા પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર દ્વારા મહિલાનું લગ્ન જીવન તૂટતાં બચાવવામાં આવ્યું છે.
દ્વારકા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરશ્રી એમ.જી.જાડેજા સમક્ષ એક મહિલાએ રજૂઆત કરી હતી કે, ૧૪ વર્ષ પહેલા તે મહિલાના લગ્ન થયેલા છે અને લગ્નજીવન દરમિયાન તેમને બે સંતાનો છે. લગ્નના થોડા સમય પછીથી પતિ દારૂ પીને મારકૂટ કરી ગાળો આપે છે. સાસુ દ્વારા પતિને ચડામણી કરી વારંવાર ઝઘડા કરી સંતાનો ઝૂંટવી લેવાના પ્રયાસ કરે છે અને સતત હેરાન કર્યા કરે છે.
આ મહિલાને પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કાઉન્સેલિંગ માટે પોલીસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટરમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં, સેન્ટરના કાઉન્સેલર નિકેતાબેન મીન અને કાજલબેન ભારથી દ્વારા મહિલાની મુશ્કેલી સાંભળ્યા બાદ બંને પક્ષોને બોલાવીને જૂથ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને ૧૪ વર્ષનું લગ્નજીવનના બગડે તે હેતુથી બંને પક્ષોને સમજાવવામાં આવ્યા હતા. તેમજ તેમના વડીલો અને આગેવાનો સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ અને કાઉન્સેલરોના સફળ પ્રયાસથી બંને પક્ષોએ રાજી ખુશીથી સમાધાન કર્યું હતું.
પીડિત મહિલાએ તેમનું ૧૪ વર્ષનું લગ્નજીવન તૂટતું બચાવવા માટે પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો.
જિલ્લામાં હિંસાથી પીડિત અને મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓના કાઉન્સેલિંગ અને માર્ગદર્શન માટે મહિલા અને બાળ અધિકારી ડૉ. ચંદ્રેશકુમાર ભાંભીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટર કાર્યરત છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial