Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયાના વતની ઉછરંગરાય ઢેબર મુખ્યમંત્રી હતા ત્યારે
ખંભાળીયા તા. ૨૪: ખંભાળીયા શહેર રજવાડા સમયનું રાજાશાહીના સમયનું શહેર છે તથા જામનગરના રાજા જામ રાવલે કચ્છથી આવીને પહેલા ખંભાળીયા પછી જામનગર વસાવેલું અને અહીં જ જામનગરના રાજાનું રાજ તીલક તીલક મેડીમાં થતું હતું. તે ખંભાળીયાના લોકોના માનસ સાથે જોડાયેલ લાગણી ભર્યો સંબંધ એટલે અહીંનો ઘી ડેમ...
આઝાદીના ૧૭ વર્ષ પહેલા ૧૯૩૦ આસપાસ ભાટિયાના શેઠ મથુરાદાસ હરીભાઈના સંકલ્પ બળથી શહેરમાં એ વખતે નળ દ્વારા ઘેરઘેર પાણી પહોંચતું થયેલું તથા લોકો માટે જુની લાઈન અને નવી લાઈન બે વિકલ્પો હતાં. આવી જ સેવાનો નશો ભાટિયા કારૂભાઈ શેઠને પણ હતો...!!
આ સંસ્મરણો વાગોળતા અગ્રણી જગદીશભાઈ ગણાત્રાએ જણાવ્યું કે, ખંભાળીયા શહેરની વસતિ વધે અને પાણીની જરૂરિયાત વધે તથા દુષ્કાળમાં તકલીફ ઓછી થાય તે બાબતને ધ્યાનમાં રાખીને એક મોટો બંધ બાંધવો હતો. એ જમાનામાં કે જ્યારે સવા લાખ રૂપિયામાં આખી જાજરમાન જીવીજે હાઈસ્કૂલ બનેલી તે સમયમાં ચાર લાખ ખર્ચવા તેમણે તૈયારી બતાવેલી, તે સમયે સૌરાષ્ટ્ર રાજય અને રાજકોટ પાટનગર હતું અને મુખ્યમંત્રી ખંભાળીયાના વતની ઉછરંગરાય ઢેબર હતાં. ઢેબરભાઈ અને કારૂભાઈ શેઠ ભેગા મળીને તે સમયે ૧૯૪૮-પ૦ માં ૧૧ લાખ ખર્ચી હાલનો ઘી ડેમ બનાવેલો, જેનું નામ આજે પણ ખંભાળીયાના વતનીઓના દીલમાં કોતરાયેલું છે, અને ક્યારે ઘી ડેમ છલકે તેની રાહ પ્રત્યેક ખંભાળીયા વાસી ચોમાસામાં જુએ છે અને ર૦૧૦ માં ૧૧ ઈંચ વરસાદમાં કાઠીયા પરથી ૧૦ ફૂટ ઓવરફલોમાં પણ આ માટીનો ડેમ અડીખમ હતો...!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial