Advertisement
Author: નોબત સમાચાર

બાર્જ રીપેરીંગની સાઈટ પર બુસની ચોરી કરનાર બેલડી ઝબ્બેઃ મુદ્દામાલ રીકવર

ચોરીમાં વાપરેલી રિક્ષા પણ કબજે કરી લેવાઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: સિક્કાના દરિયાકાંઠે એક શીપીંગ કંપનીની બાર્જ રીપેરીંગની સાઈટ પરથી રૂ।.૫૧૫૦૦ની કિંમતના બુસ ચોરાઈ ગયા હતા. તેની શરૂ થયેલી તપાસમાં સિકકાના જ બે શખ્સ ઝડપાયા છે. તેઓએ ચોરીની કબૂલાત આપી મુદ્દામાલ અને ચોરીમાં વાપરેલી રિક્ષા કાઢી આપી છે.

જામનગર તાલુકાના સિક્કાના દરિયાકાંઠે આવેલી શ્રીજી શીપીંગ કંપનીની બાર્જ રીપેરીંગની સાઈટ પરથી રૂ।.પ૧,૫૦૦ની કિંમતના બુસની ચોરી થઈ ગયાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.

આ ગુન્હાની સિક્કા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પીઆઈ ડી.બી. પટેલની સૂચનાથી તપાસ શરૂ કરાયા પછી સિક્કાના રહેવાસી હનીફ મામદ સંઘાર ઉર્ફે પોચા તથા શબ્બીર અસગર સુંભણીયા નામના બે શખ્સની અટકાયત કરાઈ હતી. આ શખ્સોની પૂછપરછ કરાતા તેઓએ ઉપરોક્ત ચોરીની કબૂલાત આપી ચોરાઉ બુસ તથા ચોરીમાં વાપરેલી જીજે-૧૦-ટીઝેડ ૫૯૪૪ નંબરની રિક્ષા પણ કાઢી આપી છે. પોલીસે રિક્ષા તથા ચોરાઉ બુસ કબજે કરી બંને આરોપીની ધરપકડ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh