Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા કલેકટર ભાવિન પંડ્યાના અધ્યક્ષસ્થાને
જામનગર તા. ૧૧: કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની સળંગ પપ મી બેઠક મળી હતી. જેમાં જિલ્લાના પાણીને લગતા વિવિધ આયોજનોને સૈદ્ધાંતિક મંજુરી આપી હતી. બેઠકમાં રિજવીનેશન પ્રોગ્રામ ર૦ર૪-રપ અંતર્ગત જામનગર જિલ્લાના સતાપર, ખડ-ખંભાળીયા, ધુડશીયા અને આણંદપર ગામો માટે નવીન બોર, કૂવા અને તેના પર જરૂરી એસેસરીઝ સાથે ફાળવવાની કામગીરીને સૈદ્ધાંતિક મંજુરી અપાઈ હતી. મોટી લાખાણી ગામે ભરવાડવાસ માટે પાણીનો ટાંકો, પાઈપલાઈન પંપીંગ મશીનરી, વિજકરણ અને સંલગ્ન કામગીરી હાથ ધરવા તથા ગ્રામ્ય કક્ષાની આંતરીક પાણી પુરવઠા યોજનાની મરામત અને નિભાવણીની કામગીરી પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળી અને સેલ્ફ હેલ્પ ગ્રુપ મારફત હાથ ધરવા અંગે ચર્ચા કરાઈ હતી. સાથે સાથે ભારત સરકારના નલ જલ મિત્ર કાર્યક્રમના અમલીકરણ અને જામનગર જિલ્લામાં પાણીવેરા વસુલાત કરવા ગામોની સમીક્ષા કરાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર, જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિના યુનિટ મેનેજર ભાવીકાબા જાડેજા સહિત સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial