Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે વિદ્યાર્થીઓની રાવ પછી પાઠવાયું આવેદનઃ
જામનગર તા. ૧૧: જામનગરના લાખાબાવળમાં આવેલી એક બી.એડ કોલેજમાં કોર્ષ કરવા માટે બે વિદ્યાર્થીએ ફી ભર્યા પછી એડમિશન ન થતાં જમા થયેલી એડવાન્સ ફી પરત કરાતી ન હોવાની રજૂઆત એનએસયુઆઈએ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર અને લગત પોલીસ મથકમાં કરી છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા લાખાબાવળ ગામ સ્થિત મીનાક્ષીબેન દવે બી.એડ કોલેજમાં ચાલુ વર્ષે બી.એડનો કોર્ષ કરવા માટે નગરની ફોરમ સોલંકી તથા ફુરકાન લખાના નામના બે વિદ્યાર્થીએ પ્રક્રિયા કરી હતી.
કોલેજ મેનેજમેન્ટના જણાવ્યા મુજબ આ બંને વિદ્યાર્થીએ એડવાન્સ પેટે રૂ. ૧પ હજાર તથા તેમના ઓરીજીનલ ડોક્યુમેન્ટ કોલેજમાં જમા કરાવ્યા હતા. તે પછી પણ એડમિશન પ્રક્રિયા કોલેજ દ્વારા પૂર્ણ કરવામાં ન આવતા અને ભરપાઈ કરેલી રકમ તેમજ ઓરીજીનલ ડોક્યુમેન્ટ પરત આપવામાં ન આવતા બંને વિદ્યાર્થીએ જામનગર સ્થિત વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈમાં લેખિતમાં ફરિયાદ કરી હતી.
આ કોલેજના મેનેજમેન્ટ સાથે સંકળાયેલા જયવીન દવેએ યુજીસીની ગાઈડલાઈન મુજબ કોઈ વિદ્યાર્થી એડમિશન કેન્સલ કરાવે તો તમામ ફી પરત કરવી તેવી સૂચના હોવા છતાં ફી અને ડોક્યુમેન્ટ્સ પરત કર્યા ન હતા તેથી ગઈકાલે એનએસયુઆઈના પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ, મંત્રી શક્તિસિંહ જેઠવા, મહામંત્રી મહિપાલસિંહ જાડેજા તથા જામનગર યુવક કોંગ્રેસના પ્રમુખ ડો. તૌસિફખાન પઠાણ સહિતના આગેવાનોએ બંને વિદ્યાર્થીને સાથે રાખી પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકમાં અરજી પાઠવવા ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર જોગનું આવેદન આપ્યું છે.
ઉપરોક્ત બંને વિદ્યાર્થીઓને તેમની ભરાયેલી રકમ પરત અપાવવા માગણી કરી છે. અગાઉ કેટલીક વખત રજૂઆતો કરી હોવાના કારણે કોલેજે બંને વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ તો પરત આપ્યા હતા પરંતુ ફી પરત આપી ન હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial