Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈસ્લામના આખરી મહાન ૫યગમ્બરની યાદમાં
જામનગર તા. ૧૧: લગભગ ઈ.સ. ૫૨૫ માં હઝરત અબ્દુલ્લાહના ઘરમાં સૈયદાહ આમેનાના સિકમેપાકથી હજારો જન્નતી 'હુરી' ની હાજરીમાં માહે રબીઉલ અવ્વલની બારમી તારીખે સૂર્યોદય પહેલા સુબ્હસાદિકના સમયે ઈસ્લામના મહાન પયગમ્બરની આ જગતમાં તશરીફ આવરી થઈ અને છ હજાર વર્ષથી સુલગતા ઈરાનની આતિશ કદી બુજાઈ ગયો શૈતાન, નાશ-ભાગ કરવા લાગ્યો, લાત અને ઉઝઝા ઉધાં મોઢે પટકાયા, આવનારા આવ્યા તો આખીયે દુનિયા માટે રહેમત બનીને આવ્યા ખુદાની રોશન દલીલ બનીને આવ્યા અખ્લાકનો 'આલા' નમૂના સાથે આવ્યા પેદાઈશથી લઈને પયગમ્બર-એ-ઈસ્લામની પવિત્ર જિંદગી અરબના મુશરીકોની સામે ખૂલ્લી કિતાબની જેમ હતી. જહાલતના એ યુગમાં પણ મક્કાના મુશરીકી આખરી પયગમ્બરને સાદિક (સાચુ બોલનાર) અને અમીન રાખેલી અમાનતો સમયસર પરત કરી દેનાર જેવા પવિત્ર ઈલ્કાબો આવ્યા હતાં.
ઈસ્લામના મહાન અને આખરી પયગમ્બરની યાદમાં પ્રતિવર્ષે શહેર અને જિલ્લામાં જુદી-જુદી મુસ્લિમ જમાત અને કમિટી દ્વારા વાએઝ શરીફના મુબારક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેમાં રઝાનગરના હુશેની ચોકમાં આ વર્ષે પણ તા. ૧૧,૧ર અને ૧૩ ત્રણ તકરીરનો શાનદાર ઈજલાસ રાખવામાં આવ્યો છે. જેમાં હિન્દુસ્તાનના મશહુર આલીમ નુરીમીંયા મુરાદાબાદી પોતાની શૈલીમાં તકરીર ફરમાવશે, તેમ હુશેની વાએઝ કમિટીએ જણાવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial