Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા મરઘાં ઉછેર વિસ્તરણ કેન્દ્રમાં મરઘાં પાલકોને તાલીમ અપાઈ

હાલાર અને પોરબંદર જિલ્લાઓમાં યોજના અમલમાં

જામનગર તા. ૧૧ : રાજ્ય સરકારની યોજના અને લક્ષ્યાંક મુજબ જામનગર, પોરબંદર તથા દેવભૂમિ દ્વારકા એમ ત્રણેય જિલ્લાના  મરઘાં પાલકોને આરઆઈઆઈ જાતના મરઘાં પક્ષીઓનો ફાર્મમાં ઉછેર કરી તથા ગ્રોવર ફીડ સાથે વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. જેમાં સહાયનું ધોરણ જોઈએ તો તેમાં મરઘાં પાલનની તાલીમ લેનાર તાલીમાર્થીને દૈનિક રૂ.  ૩૦૦ લેખે, ૬ દિવસના રૂ.  ૧૮૦૦ સ્ટાઈપેન્ડ અને તાલીમ સત્રમાં આવવા જવાનું ભાડું વધુમાં વધુ રૂ.  ર૦૦ મળીને કુલ ર૦૦૦ ની સહાય ડીબીટીથી સીધા લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. તેમજ ભાગ લીધેલા લાભાર્થીઓને મરઘાં પાલન તાલીમ અંગેનું સર્ટીફીકેટ પણ આપવામાં આવે છે. તાજેતરમાં જિલ્લા મરઘાં વિસ્તરણ કેન્દ્રના જિલ્લા પશુપાલક અધિકારી ડો. તેજસ શુકલ દ્વારા જિલ્લાના મરઘાં પાલકોને પોતાની સ્વરોજગારીમાં મદદરૂપ થવા અને રાજ્ય સરકારની વિવિધ યોજના અંગે વીકર સેકશન લાભાન્વિત બને તે માટે માહિતી આપવામાં આવી હતી. મદદનીશ પશુપાલક નિયામક વિસ્તરણ ડો. હર્ષદ માવાણી, મદદનીશ પશુપાલક નિયામક ફાર્મ ડો. રાયદે ડાંગર તેમજ પશુપાલન શાખાના પશુધન નિરીક્ષકો દ્વારા મરઘાં પાલનની વિષયવસ્તુ સંલગ્ન માહિતી આપવામાં આવી હતી. ના તાલીમ સત્રમાં બહોળી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતાં. તેમ નાયબ પશુપાલન નિયામક ડો. તેજસ શુકલ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh