Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુવક-યુવતીઓ માટે ૧૦ દિવસીય વન પરિભ્રમણ કાર્યક્રમ યોજાશે

તા. ૩૧ મી ડિસેમ્બર સુધીમાં અરજીઓ મંગાવાઈ

ખંભાળીયા તા. ૧૧: રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી તાપી દ્વારા સંચાલિત ૧પ થી ૩પ વર્ષના યુવક-યુવતીઓ માટે વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમમાં યોજાનાર છે. રાજ્યના ૧પ થી ૩પ વર્ષના યુવક-યુવતીઓ નૈસર્ગિંક દર્શન દ્વારા વન પશુ પક્ષીઓ, વૃક્ષો, પહાડો, ખડકો, ઝરણા, કોતરો વગેરેનો પ્રત્યક્ષ પરિચય કેળવે તથા તેઓના પ્રકૃતિ પ્રત્યે પ્રેમ ભાવ વિકસે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ૧૦ દિવસના વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમનું આયોજન કરાશે.

આ કાર્યક્રમમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. ચાલુ વર્ષે સપ્ટેમ્બર-ર૦ર૪ માં તાપીમાં યોજાનાર આ ૧૦ દિવસના કાર્યક્રમમાં પસંદગી પામેલા ૧૦૦ યુવક-યુવતીઓને ભાગ લેવાની તક મળશે. જેઓ તા. ૩૧-૧ર-ર૪ ના ૧પ થી ૩પ વર્ષની વય મર્યાદા ધરાવતા હોય અને આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા હોય તેઓએ જરૂરી વિગતો સાથેની પોતાની અરજી જિલ્લા યુવા વિકાસ અધિકારી, તાપી તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, તાપી બ્લોક નં. ૦૬-પ્રથમ માળ, જિલ્લા સેવા સદન પાનવાડી, વ્યારા, જિ.તાપી ૩૯૪૬પર ને ૩૧-૮-ર૪ સુધીમાં મોકલી આપવાની રહેશે.

અરજી સાથે આ મુજબના દસ્તાવેજો સામેલ કરવાના રહેશે. પૂરૃં નામ, સરનામું (આધાર કાર્ડ, રાજ્ય, કેન્દ્ર સરકાર, શાળા, કોલેજ દ્વારા અપાયેલા ફોટા સાથેના ઓળખકાર્ડની પ્રમાણીત નકલ તથા રહેઠાણના પુરાવા તરીકે રેશનકાર્ડ-લાઈટબીલ-ગેસબીલ-ટેલિફોન બીલનો પ્રમાણીત નકલ સામેલ કરવી, જન્મ તારીખ (જન્મ તારીખના પ્રમાણપત્ર, શાળા છોડ્યાના પ્રમાણપત્રની નકલ બિનચૂક સામેલ કરવી), શૈક્ષણિક લાયકાત, વ્યવસાય અંગેની માહિતી, પર્વતારોહણ, એનસીસી, એનએસએસ કે સ્કાઉટ ગાઈડ, હોમગાર્ડઝ જેવી પ્રવૃત્તિઓની શિબિરમાં તથા રમત-ગમત પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલ હોય તો તેની વિગત, વાલીનું સહમતી  પત્ર, શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું ડોકટરનું પ્રમાણપત્ર, તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ.

કાર્યક્રમ દરમ્યાન નિવાસ, ભોજન તથા કાર્યક્રમ સ્થળે આવવા જવાનો પ્રવાસ ખર્ચ તેમજ ભાગ લેવા બદલ રાજ્ય સરકાર દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે. અધુરી વિગતોવાળી અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. પસંદગી સમિતિ દ્વારા યોગ્યતા ધરાવતા ૧૦૦ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. પસંદ થયેલ બાળકોને તેઓની પસંદગી અંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી, તાપી મારફત ટેલિફોનિક જાણ કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh