Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૧: જામનગરના અધિક્ષક ડાકઘર દ્વારા પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ (ટપાલ વીમો), રૂરલ પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ (ગ્રામીણ ટપાલ વીમો)ના કામ માટે ડાયરેક્ટ એજન્ટની પસંદગી કરવા માટે તા. ૨૭-૦૯-૨૪ના સવારે ૧૧ વાગ્યે અધિક્ષક ડાકઘરની કચેરી, હેડ પોસ્ટ ઓફિસ બિલ્ડીંગ, જામનગરમાં વોક ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે.
ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ધો. ૧૦ પાસ ઉમેદવાર તથા શહેરી વિસ્તારમાં રહેતા ધો. ૧૨ પાસ ઉમેદવારે નિર્ધારીત તારીખ અને સમયે બાયોડાટા, ઉમરનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, પાન કાર્ડ તેમજ તેની પ્રમાણિત નકલો, બે પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે હાજર રહેવા જણાવાયું છે. આ ઉપરાંત પીએલઆઈ-આઈપીએઆઈના કામ માટે ફિલ્ડ ઓફિસરની નિમણૂક પણ કરવાની હોય કોઈપણ નિવૃત્ત સરકારી કર્મચારી ૬૫ વર્ષના વયમર્યાદામાં અરજી કરી શકે છે. તેમણે નિવૃત્તિના પુરાવા અને પાસપોર્ટ સાઈઝના બે ફોટા સાથે હાજર રહેવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial