Advertisement
Author: નોબત સમાચાર

સજુબા કન્યા વિદ્યાલયમાં સેમિનારઃ પ્રદર્શનીઃ શાળા-કોલેજના વિદ્યાર્થીઓને સીપીઆરની તાલીમ

આગ-આફતો સમયે કેવી રીતે બચાવ કરવો?: માર્ગદર્શન

જામનગર તા. ૧૧: માતુશ્રી સજુબા કન્યા વિદ્યાલયમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગેની પ્રદર્શની તથા માર્ગદર્શક સેમિનારનું આયોજન કરાયું હતું, જેમાં કુદરતી આપદામાં સ્વ બચાવ, રાહત કામગીરીમાં સહયોગ, પ્રાથમિક સારવાર તથા સીપીઆર વગેરે બાબતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું હતું.

રાહત નિયામક કચેરી, મહેસુલ વિભાગના સહયોગથી જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર શહેરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગેની માહિતી અને તાલીમ આપતી પ્રદર્શની તથા માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કમિશનર ડી.એન. મોદીના માર્ગદર્શન હેઠળ આયોજીત આ તાલીમમાં શહેરની શાળા તથા કોલેજના વિદ્યાર્થીઓએ આપતી વ્યવસ્થાપન અંગેની તાલીમ મેળવી હતી.

કાર્યક્રમ અંતર્ગત માતુશ્રી સજુબા કન્યા વિદ્યાલયમાં પબ્લિક ઈન્વેજમેન્ટ એક્વિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થિની ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગેની સમજ અને તાલીમ આપવામાં આવી હતી. કુદરતી અને માનવસર્જિત આફતો સમયે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું, કેવી રીતે સ્વ બચાવ કરવો તેમજ પોતાના પરિવારજનો અને અન્ય લોકોને કેવી રીતે બચાવી શકાય તે અંગેની  માહિતી અને તાલીમ આપવામાં આવી હતી.

આ સાથે આગ લાગવાના કારણો અંગે વિસ્તૃત સમજ આપી આગ ન લાગે તે માટે શું કાળજી લેવી તેમજ આગ લાગે તો કેવી રીતે સ્વબચાવ કરવો, સામાન્ય જનતાએ કેવી રીતે ફાયર વિભાગને આગ અકસ્માત સમયે મદદરૂપ બનવું સહિત વિવિધ ફાયર એષ્ટિન્ગ્યુશર વિશે પણ સમજ અપાઈ હતી.

વહીવટી તંત્ર સાથે સુમેળ સાધી જાનમાલને થતા નુકસાનને અટકાવવું, કેવી રીતે બચાવ કામગીરીમાં સહયોગ કરવો, પુનવર્સન તેમજ અન્ય કામગીરી કેવી રીતે સુપેરે પાર પાડી શકાય તે અંગેની પણ માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થિનીઓને પ્રાથમિક સારવાર અને નવજીવન બક્ષતિ સીપીઆરની ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી. શાળાના શિક્ષકો અને વિદ્યાર્થિની આ પ્રવૃત્તિમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh