Advertisement
Author: નોબત સમાચાર

રાષ્ટ્રીય શિક્ષક દિવસની ખંભાળીયામાં ઉજવણી સંપન્ન

દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાના

ખંભાળીયા તા. ૧૧: તા. પમી સપ્ટેમ્બરને રાષ્ટ્રીય શિક્ષક દિવસે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં જિલ્લા કક્ષાના શિક્ષક દિનની ઉજવણી કરાઈ હતી. જેમાં જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિકથી સન્માનિત કરાયા હતાં.

૫ સપ્ટેમ્બર એટલે રાષ્ટ્રીય શિક્ષક દિવસ. જીવનમાં જ્ઞાનનો દિવો પ્રગટાવતા શિક્ષક વિદ્યાર્થીઓના જીવનને એક દિશા આપે છે. વિદ્યાર્થીઓના ભણતરનો પાયો જ શિક્ષક નાખે છે. શિક્ષક દિવસ એટલે એ બધા શિક્ષકોના મહત્વને યાદ કરવાનો દિવસ.

ખંભાળિયામાં જિલ્લા કક્ષાના શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ખંભાળિયામાં જિલ્લા પંચાયતના પ્રમુખ રિદ્ધિબા જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ શિક્ષક દિનની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને મહાનુભાવોના હસ્તે જિલ્લા તેમજ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષીક એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં જિલ્લા કક્ષાએ પ્રાથમિક શાળાના સવાણી નિકુંજકુમાર ડાયાભાઇ ( વાઘેરવાસ તાલુકા શાળા- સલાયા)  માધ્યમિક શાળાના શિક્ષક નકુમ ગોપાલભાઇ હિરાભાઇ (મોડેલ સ્કૂલ-કલ્યાણપુર) અને સીઆરસી/બીઆરસી/કેળવણી નિરીક્ષક/ એચ-ટાટ - આચાર્ય રોહિત જશવંતભાઇ ગોવિંદભાઇ (વાડીનાર વાડી શાળા-વાડીનાર) ને તેમજ તાલુકા કક્ષાએ માત્ર પ્રાથમિક શાળાના શિક્ષકોમાં વિઠ્ઠલાણી પૂજા ભુપતભાઇ (શામળાસર પ્રાથમિક શાળા- શામળાસર તા.દ્વારકા) સેતા કમલેશકુમાર ગોવિંદભાઇ (ગોકલપર પ્રાથમિક શાળા-ગોકલપર તા.કલ્યાણપુર) અને સાવલિયા ચંદ્રેશ રણછોડભાઇ (લુહારમોરી વાડી શાળા-૪ ગઢકા તા.કલ્યાણપુર)ને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ તકે જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, ૫મી સપ્ટેમ્બરે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય શિક્ષક દિન ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને શિક્ષણવિદ્ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે. શિક્ષક એ માત્ર એક શબ્દ નથી, પરંતુ એક વિશેષ વ્યક્તિ છે જે આપણને જીવનનો માર્ગ બતાવે છે. તે આપણને જ્ઞાન આપે છે, આપણને સારા નાગરિક બનવાનું શીખવે છે અને આપણને સફળ થવા માટે પ્રેરિત કરે છે.

વધુમાં જણાવ્યું કે, બાળકોના ભવિષ્યનું ઘડતર કરનારા તમામ શિક્ષકોને વંદન કરું છું. અને આજના આ સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન બદલ જિલ્લા શિક્ષણ વિભાગની સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું.

આ તકે જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન જીતેન્દ્રભાઇ કણઝારીયાએ જણાવ્યું હતું કે, એક શિક્ષક સમાજના ઘડતર સાથે સમાજમાં બદલાવ પણ લાવી શકે છે. આવા અનેક ઉદાહરણો આપણી સમક્ષ છે.  દરેક વિધ્યાર્થીના જીવનમાં શિક્ષકનો મહત્વનો ભાગ છે. એક શિક્ષક માત્ર પૂસ્તકનું જ જ્ઞાન નથી આપતા પરંતુ સાચી દિશામાં આગળ વધવાનો રાહ પણ બતાવે છે. આજના દિવસે હું તમામ શિક્ષકોને વંદન કરું છું અને તમામને શિક્ષક દિનની શુભેચ્છા પાઠવું છું.

જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઇ ગઢવીએ કહ્યું કે, ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને શિક્ષણવિદ્ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવતા આ શિક્ષક દિન નિમિતે તમામ શિક્ષકોને શુભેચ્છા પાઠવું છું. આપણા જીવનમાં શિક્ષકોની ભૂમિકા અત્યંત મહત્વની છે. તેઓ આપણને માત્ર વિષયો જ નથી શીખવતા, પરંતુ આપણને જીવનના મૂલ્યો પણ શીખવે છે. તેઓ આપણને સારા નિર્ણયો લેવાનું શીખવે છે અને આપણને આપણી ભૂલોમાંથી શીખવાનું શીખવે છે. શિક્ષકો એક પ્રેરણાના સ્ત્રોત છે. તેઓ શિક્ષણની સાથે સાથે સંસ્કારનું સિંચન કરે છે. નિત્તિમત્તાના પાઠ ભણાવે છે. અને બાળકને શ્રેષ્ઠ નાગરિક બનાવવામાં શિક્ષકની અમૂલ્ય ભૂમિકા છે.

કાર્યક્રમમાં ૧૦૦% પરિણામ લાવનાર કેજીબીવીના વોર્ડનનું સન્માન તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર ૦૭ પ્રતિભાશાળી છાત્રોને તેમજ કોમન એન્ટરન્સ ટેસ્ટમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર ૦૮ પ્રતિભાશાળી છાત્રોને સન્માનિત કરવામાં આવ્યા હતા.  પ્રારંભમાં મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત જિલ્લા શિક્ષણાધિકારી ડો. હર્ષવર્ધન જાડેજા દ્વારા તેમજ આભારવિધી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી.

આ તકે નગરપાલિકા પ્રમુખ શ્રી રચનાબેન મોટાણી, જિલ્લા પંચાયતના સદસ્ય સંજયભાઇ નકુમ, અગ્રણી લુણાભા સુમાણીયા, પ્રતાપભાઇ પિંડારીયા, એભાભાઇ કરમુર, શક્તિસિંહ જાડેજા, અનિલભાઇ તન્ના, ઇન્દ્રજીતસિંહ પરમાર સહિતના તેમજ બહોળી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh