Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ર૦૦૦ પરિવારોમાં પપ૦ જોડિયા લોકો!
તિરૂવનંતપૂરમ્ તા. ૧૧: કેરળના એક ગામના દરેક ઘરમાં જોડિયા બાળકોનો જન્મ થાય છે, જેથી જન્મતારીખને લઈને મોટી માથાકૂટ થાય છે. ર૦૦૦ પરિવારમાંથી લગભગ પપ૦ જોડિયા લોકો રહે છે. ગામમાં નાના બાળકથી લઈને વૃદ્ધ માણસ સુધી હમશકલ જોવા મળે છે.
દુનિયામાં એવી કેટલીય વસ્તુઓ છે જે આપને ચોંકાવી શકે છે. આવા જ રહસ્યોથી ભરેલું કેરલમાં એક ગામ છે. જ્યાં દરેક ઘરમાં જોડિયા બાળકો પેદા થાય છે.
એક ગામના દરેક ઘરમાં જોડિયા બાળકો જન્મવા તે કોઈ સામાન્ય બાબત નથી. પણ તેની પાછળની સચ્ચાઈ કોઈ નથી જાણું. કેરલના મલ્લપુરમ્ જિલ્લામાં એક કોડિન્હી ગામમાં નવજાત શિશુથી લઈને ૬પ વર્ષ સુધીની ઉંમરના લોકો જોડિયા લોકો જોવા મળી રહ્યા છે.
દરેક ઘરમાં હમશકલ લોકો જોવા મળે છે. મીડિયા રિપોર્ટ અનુસાર અહીં ર૦૦૦ પરિવારમાંથી લગભગ પપ૦ જોડિયા લોકો રહે છે. આ ગામમાં એક નાના બાળકથી લઈને વૃદ્ધ માણસ સુધી હમશકલ જોવા મળશે. આ ગામના મોટાભાગના બાળકોની ઉંમર સરેરાશ ૧પ વર્ષ છે. સ્કૂલની વાત કરીએ તો અહીં આ બાળકોની ઓળખાણ કરવી મુશ્કેલ થઈ જાય છે. એક જ સ્કૂલમાં લગભગ ૮૦ જોડિયા બાળકો ભણે છે.
અહીં દરેક જગ્યાએ એક ચહેરા જેવા દેખાતા અનેક લોકો જોવા મળે છે. ભારતમાં ૧૦૦૦ બાળકોમાં ફક્ત ૯ જોડિયા બાળકો જન્મે છે, પણ આ ગામમાં ૧૦૦૦ બાળકોમાં ૪પ બાળકો જોડિયા જન્મે છે, જે આંકડામાં દુનિયામાં બીજો અને એશિયામાં પ્રથમ નંબર છે. આ અંગે પહેલા નંબર પર નાઈઝિરિયાનું નામ આવે છે. નાઈઝિરિયામાં ઈગ્બો-ઓરામાં ૧૦૦૦ માંથી ૧૪પ જોડિયા બાળકો જન્મે છે.
વર્ષ ર૦૧૬ માં રિસર્ચર્સની એક જોઈન્ટ ટીમ આ ગામમાં તપાસ કરવા પહોંચી હતી. તેમની સાથે ટીમમાં હૈદરાબાદની સીએસઆઈઆર સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોડ્યુલર બાયોલોજી, કેરલ યુનિવર્સિટી ઓફ ફિશરિઝ એન્ડ ઓશિન સ્ટડીઝ અને લંડન યુનિવર્સિટી ઉપરાંત જર્મનીના રિસર્ચર્સ પણ પહોંચ્યા હતાં. આ ટીમના રિસર્ચ પછી પણ જોડિયા બાળકોનો જન્મના રહસ્ય પાછળનું કોઈ ઠોસ કારણ સામે આવ્યું નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial