Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના બે જળકુંડમાં ચાર દિવસમાં કુલ ૪૮૬ ગણપતિબાપાનું કરાયું વિસર્જન

ફાયર શાખાના ૧ર જવાનોની ટીમ તૈનાતઃ

 જામનગર તા. ૧૧: જામનગરમાં મનપા દ્વારા નિર્મિત નવા બે વિસર્જન કુંડમાં ૪ દિવસ દરમિયાન ૪૮૬ ગણપતિની મૂર્તિ વિસર્જિત કરાઈ છે.

જામનગર મહાનગર પાલિકા દ્વારા પ્રતિવર્ષ મુજબ આ વખતે પણ ગણપતિજીની મૂર્તિઓને વિસર્જિત કરવા માટેના બે મોટા વિસર્જન કુંડ બનાવાયા છે જે બન્ને વિસર્જન કુંડમાં ૪ દિવસના ગણપતિ મહોત્સવ દરમિયાન કુલ ૪૮૬ નાની-મોટી ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે.

મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ જે સ્થળે વિસર્જન કુંડ બનાવાય છે તે સ્થળે હાલ પાણી ઘરેલા હોવાના કારણે સ્થળની બદલી કરવામાં આવી છે, અને એક વિસર્જનકુંડ જામનગર નજીક રણજીત સાગર રોડ પર સરદાર રિવેરા પાસે તૈયાર કરાયો છે, જ્યારે એક વિસર્જન કુંડ ખોડિયાર કોલોની સમર્પણ હોસ્પિટલ રોડ પર વિશાલ ઈન્ટરનેશનલ હોટલની પાછળના ભાગમાં તૈયાર કરાયો છે.

જેમાં ચાર દિવસ દરમિયાન ખોડિયાર કોલોની નજીકના વિસર્જન કુંડમાં ર૦પ, જ્યારે બીજા કુંડમાં ર૮૧ સહિત કુલ ૪૮૬ મૂર્તિઓને ભારે ભક્તિભાવપૂર્વક વિસર્જિત કરવામાં આવી હતી. કોઈ અનિચ્છનિય ઘટના ન બને તેની તંત્ર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે, જ્યારે જામનગર મહાનગરપાલિકાની પ્રોજેક્ટ પ્લાનિંગ શાખાના ડેપ્યુટી ઈજનેર રાજીવ જાનીની રાહબરી હેઠળ હિરેન સોલંકી સહિત પાંચ સભ્યોની ટીમ સમગ્ર વ્યવસ્થા નિહાળી રહી છે, ત્યારે ફાયર શાખાના કુલ ૧ર જવાનોની ટીમ રાઉન્ડ ધ ક્લોક ગણપતિની મૂર્તિના વિસર્જન કાર્યમાં જોડાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh