Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પુત્રી તથા બોલિવૂડ શોકમાં ગરકાવ
મુંબઈ તા. ૧૧: દિગ્ગજ અભિનેત્રી મલાઈકાના પિતાએ છત પરથી કૂદી આપઘાત કરી લેતા બોલિવૂડ ઈન્ડસ્ટ્રી શોકમાં ગરકાવ થઈ ગઈ છે.
બોલિવૂડ જગતમાંથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવી રહ્યા છે. આઈટમ ગર્લ અને 'મુન્ની' તરીકે વખણાતી મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરા મૃત્યુ પામ્યા છે.
પ્રાપ્ત થતી વિગતો મુજબ અનિલે છત પરથી કૂદીને આપઘાત કરી લીધો હતો. તેમનો પરિવાર ઘટનાથી શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મુંબઈ પોલીસ એક્ટ્રેસના ઘરે પહોંચી ગઈ હતી. આ મામલે મલાઈકાના એક્સ હસબન્ડ અરબાઝ ખાન પણ તેના ઘરે પહોંચી ગયો હતો. અરબાઝ ખાન અને મલાઈકા ઘરની બહાર પોલીસ અને અન્ય લોકો સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતાં. પહેલા લોકોને આ ઘટનાની જાણ નહોતી પણ જ્યારે સત્ય બહાર આવ્યું તો ચારેકોર માતમ પ્રસરી ગયું હતું.
મલાઈકા પૂણેમાં હતી. તેને આ આઘાતજનક સમાચાર મળતાની સાથે જ તે વહેલી સવારે મુંબઈ જવા રવાના થઈ હતી. મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરા પંજાબી હિન્દુ પરિવારથી આવતા હતાં. તેમનો પરિવાર બોર્ડર પર વસેલા ફાઝિલ્કા જિલ્લાનો વતની હતો.
તેમણે ભારતીય મર્ચેન્ટ નેવીમાં નોકરી કરી હતી. અનિલે જોયસ પોલિકોર્પ સાથે લગ્ન કર્યા હતાં. જે મલયાલી ક્રિશ્ચિયન પરિવારની હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial