Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૨૩ વર્ષ પહેલાં મહિલાને કરાયા હતા નોકરીમાંથી છૂટાઃ
જામનગર તા. ૧૧: જામનગરના જિલ્લા તાલીમ કેન્દ્રને એક મહિલા કર્મચારીને નોકરી પર પરત લેવાના કરાયેલા હુકમ પછી પણ વિલંબ થતાં આ કર્મચારીએ રૂ. ર લાખ ઉપરાંતની રકમ લેવાની થતી હતી. તે રકમની વસૂલાત માટે જપ્તિ અરજી કરાતા રીક્વરી સર્ટીફિકેટ ઈસ્યુ કરાયું છે.
જામનગરના જિલ્લા તાલીમ કેન્દ્રમાં નોકરી કરતા ઈન્દુબેન પરમારને વર્ષ ૨૦૦૧માં છૂટા કરી દેવાયા હતા. તેઓએ નોકરી પર પુનઃ સ્થાપિત થવા કેસ કર્યાે હતો. અદાલતે તેઓને નોકરી પર પરત લેવા હુકમ કર્યાે હતો.
તે હુકમ સામે હાઈકોર્ટમાં અપીલ કરાઈ હતી. અપીલ ચાલી જતાં લેબર કોર્ટનો હુકમ યથાવત રાખવામાં આવ્યો હતો અને તેઓને ૨૦ વર્ષ પછી નોકરી પર પરત લેવાનો હુકમ થયો હતો. આ ચૂકાદાનું સમય સર પાલન કરવામાં ન આવતા ઈન્દુબેને રૂ. ૨,૨૦,૮૮૫ લેવાના થતાં હતા.
આ રકમની વસૂલાત માટે તેઓએ અરજી કરતા ગયા જુલાઈ મહિનામાં તે રકમ ચૂકવી આપવા હુકમ થયો હતો તે પછી પણ કેન્દ્ર દ્વારા રકમ ન ચૂકવાતા જપ્તી અરજી કરાઈ હતી. તેને મંજૂરી મળતા કલેક્ટર જોગ રીકવરી સર્ટિફિકેટ ઈસ્યુ કરવામાં આવ્યું છે. અરજદારણ તરફથી વકીલ ગૌરવ પંડયા, ઉદય કવૈયા, ચાંદની સોલંકી રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial