Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાવતી લઈને કલાકો સુધી લાઈનમાં ઊભવું પડતા
અંબાજી તા. ૧૧: અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદ કેન્દ્ર ઉપર હોબાળો થયો છે. જેમાં ભક્તો કલાકોથી લાઈનમાં ઉભેલા જોવા મળ્યા છે. તેમાં પ્રસાદ કેન્દ્ર ઉપર અવ્યવસ્થાને લઈને ભક્તો નારાજ થયા છે તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા વધુ પ્રસાદ કેન્દ્ર શરૂ કરવાની માગ કરવામાં આવી છે, જેમાં ભક્તોએ જણાવ્યું છે કે દોઢ કલાકથી ઊભા રહેવા છતાં પ્રસાદ મળતો નથી.
ઉલ્લેખનિય છે કે, પ્રસાદની પાવતીમાં મોટી સંખ્યામાં લાઈન જોવા મળે છે. ભક્તોએ જણાવ્યું કે દોઢ કલાકથી ઊભા હોવા છતાં પ્રસાદ મળતો નથી. પ્રસાદની પાવતીમાં અને પ્રસાદ લેવામાં બન્ને જગ્યાઓ પર મોટી સંખ્યામાં લાઈન જોવા મળી છે. હજી તો મેળો શરૂ થયો નથી તે અગાઉ ભારે હોબાળો થતા તેના રાજ્યવ્યાપી પડઘા પડ્યા છે.
આવતીકાલથી ભાદરવી સુદ પૂનમનો મહાકુંભ શરૂ થશે. ત્યારે તમામ ભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ત્રણ જગ્યાએ નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા કરાઈ છે. ભક્તોને નિઃશુલ્ક ભોજન અંબિકા ભોજનાલય, દિવાલીબા સદન અને ગબ્બર તળેટીથી મળી રહેશે. આ મેળામાં હજારોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે અને માતાના દર્શન કરતા હોય છે. આ વર્ષે પણ ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તોનો જમાવડો રહેશે.
યાત્રાધામ અંબાજીમાં ભક્તો દૂર દૂરથી પદયાત્રા કરીને આ મહામેળા દરમિયાન માતાજીના ધામ અંબાજીમાં આવે છે. ૧ર તારીખથી લઈને ૧૮ તારીખ સુધી મહામેળામાં શક્તિપીઠ અંબાજી ભક્તોના જયકારાથી ગૂંજી ઊઠશે.
મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવનાર હોઈ, તમામને દર્શનનો લાભ મળી રહે તે માટે દર્શનના સમયમાં પણ વધારો કરાયો છે. જે આરતી સવારે ૭-૩૦ કલાકે થતી હતી તેના બદલે મેળાના સાતે દિવસ સવારની આરતી ૬ થી ૬-૩૦ સુધી થશે. સારે દર્શન ૬-૩૦ થી ૧૧-૩૦ કલાક સુધી, જ્યારે બપોરે દર્શન ૧ર-૩૦ થી સાંજના પ કલાક સુધી ખુલ્લા રહેશે. સાંજની આરતી ૭ થી ૭-૩૦ સુધી અને રાત્રિના દર્શન સાંજે ૭-૩૦ થી રાતના ૯ ના બદલે મોડી રાત્રિના ૧ર કલાક સુધી મંદિર ખુલ્લા રાખવાનો નિર્ણય ટ્રસ્ટ દ્વારા લેવાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial