Advertisement
Author: નોબત સમાચાર

ભરૂચમાં તહેવારોના ઝંડા લગાવવાની બાબતે ફાટી નીકળ્યા તોફાનોઃ પથ્થરમારો, આગજની, તોડફોડ

ગુજરાતનો માહોલ બગાડવાનું ષડ્યંત્ર હોવાના દાવા

ભરૂચ તા. ૧૧: ગઈ રાત્રે તહેવારોને લઈને ઝંડા લગાવવાના મુદ્દે ભરૂચમાં બે જુથ સામસામા આવ્યા હતાં અને આગજની, તોડફોડ, પથ્થરમારો થતા પોલીસ દોડી હતી. સવારે સ્થિતિ અંકુશ હેઠળ હોવાનો દાવો તંત્રે કર્યો છે.

સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના પછી વધુ એક કોમી ઘર્ષણના અહેવાલો સામે આવી રહ્યા છે. ભરૂચમાં બે સમુદાયના લોકો વચ્ચે મોડી રાતે અથડામણના અહેવાલ સામે આવી રહ્યા હતાં.

ઉલ્લેખનિય છે કે, આવનારા દિવસોમાં બે મોટા તહેવાર એકસાથે આવી રહ્યા છે જેની ઉજવણીની તૈયારીઓ વચ્ચે આ બબાલ થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તોફાની તત્ત્વો આ રીતે ગુજરાતનો માહોલ પણ બગડાવાનો પ્રયાસ કરી રહ્યા હોવાના દાવા થઈ રહ્ય છે.

ધાર્મિક તહેવારો બાબતે ઝંડા લગાવવાના તકરાર પછી મામલો વધારે ગંભીર બન્યો હતો. જેને લઈ બન્ને ટોળાએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. ભરૂચના 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં જ આ ઘટના બની હતી.

જો કે, સમગ્ર ઘટનાની જાણ પોલીસ વિભાગને થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. પથ્થરમારામાં ર લોકો ઈજાગ્રસ્ત થયા હતાં, ત્યારે સમગ્ર ઘટનાને લઈ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં ભરૂચ પોલીસ દ્વારા કેટલાક શખ્સોને ડીટેઈન કરવામાં આવ્યા હતાં.

આ બાબતે ભરૂચના એસ.પી. મયુરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે સાંજના ૧૦ વાગ્યાની આસપાસ ઘટના બની હોવાનો કોલ કન્ટ્રોલ રૂમને મળ્યો હતો. જેને લઈ ઘટના સ્થળે ડિવાઈએસપી, 'બી' ડિવિઝન પોલીસ, એસઓજી, એલસીબી અને તમામ પોલીસ ઘટના સ્થળ પહોંચી ગઈ હતી. જે પછી ટોળાઓને વિખેરવામાં આવ્યા હતાં. જે લોકો વિરૂદ્ધ આક્ષેપ કરવામાં આવ્યા તે તમામને ડિટેઈન કરવામાં આવ્યા છે. સીસી ટીવી અને સ્થાનિકોની મદદ લઈને તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh