Advertisement
Author: નોબત સમાચાર

હોસ્પિટલના કામે પૈસાની જરૂર હોવાનું કહી ૩૫ હજારની છેતરપિંડીનો પ્રયાસ

માનવતાનું કામ કરવા જતાં દંડાઈ જવાની શક્યતાઃ

ખંભાળિયા તા. ૧૧: ખંભાળિયાના એક આસામીને અજાણ્યા શખ્સે કોલ કરી તમારા ખાતામાં પૈસા નખાવું છું તેમ કહ્યા પછી રૂ. ૩૫ હજાર જમા થયાનો ફેક મેસેજ મળ્યો હતો. જો કે, તે રકમ બેંક ખાતામાં જમા થઈ ન હતી. આવી રીતે ફેક મેસેજથી અજાણ્યા વ્યક્તિ ભોળા નાગરિકો સાથે સાયબર ક્રાઈમ આચરી રહ્યા હોય આવા તત્ત્વોથી સતર્ક રહેવા સાયબર ક્રાઈમ પોલીસે સૂચન કર્યું છે.

છેલ્લા થોડા સમયથી સાયબર ક્રાઈમ આચરતા ભેજાબાજો અવનવી પ્રયુક્તિ યોજી લોકોને છેતરતા આવી રહ્યા છે ત્યારે સતર્કતા દાખવવા સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા અવારનવાર સૂચનો કરવામાં આવી રહ્યા છે.

તે દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાને એક નાગરિકને તાજેતરમાં મોબાઈલ પર કોલ આવ્યો હતો કે હું તમારો જૂનો મિત્ર બોલુ છું, હાલમાં મારા ફોનમાં ફોન પે એપ ચાલતી નથી અને એક હોસ્પિટલ ઈમરજન્સીના કારણે રૂ. ૧૦-૧૫ હજારની જરૂર છે, તમારા ખાતામાં આ રકમ નખાવવું છું તો તમે તમારા ખાતામાંથી ઉપરોક્ત રકમ ટ્રાન્સફર કરી આપજો. ત્યારપછી આ નાગરિકને તેમના ખાતામાં રૂ. ૩૫ હજાર જમા થયાનો મેસેજ મળ્યો હતો.

તે ફોનમાં જણાવેલી વિગતથી વહેમાયેલા નાગરિકે તરત જ ખંભાળિયા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યાે હતો. પીઆઈ બ્લોચે તે વિગતો જાણ્યા પછી જે નંબર પરથી કોલ આવ્યો તેના પર કોલ કરી પોલીસ તરીકેની ઓળખ આપતા સામા છેડેથી ફોન કાપી નાખવામાં આવ્યો હતો. આવી રીતે માનવતાના નામ પર છેતરપિંડી થઈ જવાની શક્યતાઓ ઉભી થઈ હતી તે પછી જે રૂ. ૩૫ હજાર જમા થયાનો મેસેજ મળ્યો હતો તેની ખરાઈ કરાતા આ મેસેજ ફેક હોવાની ખાતરી થઈ હતી અને તે રકમ આ નાગરિકના બેંક ખાતામાં જમા પણ થઈ ન હતી. આવી રીતે ફેક મેસેજ કરી ભેજાબાજો છેતરપિંડી આચરી રહ્યા છે ત્યારે પૈસા જમા થયાના મેસેજથી ઉતાવળે માનવતાનું કામ કરતા પહેલાં નાગરિકોએ વિચાર કરવો જરૂરી બન્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh