Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આતંકવાદીઓ પર અંકુશ-અકસ્માતો નિવારવા માટે
નવી દિલ્હી તા. ૧૧: ટ્રેનોમાં ૭પ લાખ એઆઈ સીસી ટીવી સર્વેલન્સ કેમેરા લગાવાશે. રેલવે સુરક્ષા વધારવા માટે લગભગ રૂ. ૧પ હજાર કરોડના ખર્ચે કોચ અને એન્જિનમાં એઆઈ-સીસી ટીવી કેમેરા લગાવશે, જેથી હવે આતંકવાદી ઘટનાઓ અને અકસ્માતોને નિયંત્રિત કરશે.
દેશમાં વિવિધ સ્થળો પર રેલવે ટ્રેક પર ક્યારેક ગેસ સિલિન્ડર, ક્યારેક સાઈકલ, ક્યારેક પથ્થરો અને ક્યારેક બાર મૂકવાની ઘટનાઓના આતંકવાદી કનેક્શનની દેશની સરકારી એજન્સીઓ પહેલાથી જ તપાસ કરી રહી છે, તો બીજી તરફ ભારતીય રેલવેએ પણ આવી ઘટનાઓને રોકવા માટે તેના સ્તરે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાનું શરૂ કરી દીધુ છે. રેલવે હવે ટ્રેનોમાં લગભગ ૭પ લાખ એઆઈ સંચાલિત સીસી ટીવી કેમેરા લગાવશે. કોચ ઉપરાંત લોકોમોટિવ (રેલ એન્જિન) માં પણ કેમેરા લગાવવામાં આવશે. જેથી લોકો દ્વારા પાયલોટને એલર્ટ કરી શકાય. રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે એન્જિનો પર સ્થાપિત કરવા માટે એઆઈ-સક્ષમ સીસી ટીવી કેમેરાની શ્રેણીને અંતિમ સ્વરૂપ આપવા અંગે ચર્ચા કરવા ટોચના અધિકારીઓ સાથે બેઠકો કરી રહ્યા છે. રેલવે સુરક્ષા વધારવા માટે લગભગ રૂ. ૧પ હજાર કરોડના ખર્ચે કોચ અને એન્જિનમાં ૭પ લાખ એઆઈ સંચાલિત સીસી ટીવી કેમેરા લગાવવાની યોજના ધરાવે છે. એઆઈ ટેકનોલોજીના કારણે કેમેરા ટ્રેક પર શંકાસ્પદ વસ્તુઓ શોધી શકશે અને ડ્રાઈવરને ઈમરજન્સી બ્રેક લગાવવા માટે એલર્ટ કરશે. ૪૦,૦૦૦ કોચ, ૧૪,૦૦૦ લોકોમોટિવ્સ અને ૬૦૦૦ ઈએમયુને એઆઈ સંચાલિત સીસી ટીવી કેમેરાથી સજ્જ કરવાની યોજના છે. એક કોચમાં લગભગ છ કેમેરા હશે, જ્યારે દરેક લોકોમોટિવમાં ચાર કેમેરા હશે જે લોકો પાયલોટને એલર્ટ કરશે.
ટ્રેક પર શંકાસ્પદ વસ્તુઓ શોધવા માટે એન્જિનની આગળની બાજુએ હાઈ રિઝોલ્યુશન કેમેરા લગાવવાની યોજના છે. આ માટેનું ટેન્ડર ઓક્ટોબરમાં બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે. રેલવે એન્જિન પર એઆઈ-આધારીત સીસી ટીવી કેમેરાની સ્થાપના સાથે લાઈ ડિટેક્શન અને રેન્જિંગ (લાડર) જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટેના વિકલ્પોની પણ શોધ કરી રહી છે. લાડરનો ઉપયોગ વિસ્તારના સર્વેક્ષણ માટે થાય છે. લેસર ઉપકરણો પ્લેનમાં સ્થાપિત થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial