Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓનલાઈન અરજી ઉમેદવારો કરી શકશેઃ
જામનગર તા. ૧૧: રોજગાર અને તાલીમ વિભાગ, ગાંધીનગરના નિયંત્રણ હેઠળની જામનગર જિલ્લામાં આવેલ જોડિયાની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ધોરણ ૧૦ પાસ ઉમેદવારો માટે ફીટર, કોપા, કોસ્મેટોલોજી (બ્યુટી પાર્લર) તથા ધોરણ ૮ પાસ ઉમેદવારો માટે વાયરમેન, ટ્રેડની બેઠકો પર ઓનલાઈન ફોર્મ તા. ૩૦-૯-ર૦ર૪ સુધી ભરી શકાશે.
પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારો આઈટીઆઈ જોડિયામાંથી તેમજ ઈન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન વેબસાઈટપરથી પ્રવેશ ફોર્મ ઓનલાઈન માધ્યમથી ભરી શકાશે, તેમજ સાથે રૂ. પ૦ રજિસ્ટ્રેશન ફી ભરીને પ્રવેશ મેળવવા માટે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારપછી વહેલા તે પહેલાના ધોરણે દૈનિક રોજેરોજના મેરીટ આધારિત ખાલી બેઠકો પર જ સાંજના ૪ થી ૬ કલાક દરમિયાન પ્રવેશ આપવામાં આવશે.
પ્રવેશ મળ્યે તમામ ઉમેદવારોએ અસલ પ્રમાણપત્રો સાથે તેમજ મહિલા, એસ.સી., એસ.ટી. અને ફિઝિકલ હેન્ડિકેપ તાલીમાર્થીઓને સીએમડીના રૂ. રપ૦ અને તે સિવાયના ઉમેદવારોએ સીએમડી અને સત્ર ફી સાથે રૂ. ૮પ૦ ફી સાથે પ્રવેશ માટે રૂબરૂ હાજર થવાનું રહેશે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે સંસ્થાના લેન્ડલાઈન નં. ૦ર૮૯૩ ર૯૯૩૪૯ પર સંપર્ક કરી શકાશે તેમ ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જોડિયાના આચાર્યએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial