Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યનીકક્ષાની નવમી માસ્ટર્સ એથ્લેટિક સ્પર્ધામાં
દ્વારકા તા. ૧૧: તાજેતરમાં નડીયાદમાં યોજાયેલી નવમી માસ્ટર્સ એથ્લેટીક સ્પર્ધામાં દ્વારકાના આઠ સ્પર્ધકો ૧૭ મેડલો મેળવી છવાય ગયા હતાં. ૩૦ પ્લસથી ૯૦ પ્લસ સુધીની વિવિધ કેટેગરીમાં રાજ્યભરના ૩૭પ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં દ્વારકાના ભડકેશ્વર યોગ ગ્રુપ સાથે જોડાયેલા સાત મહિલાઓ તેમજ એક પુરૂષ મળી કુલ આઠ સ્પર્ધકોએ દોડ, કૂદ, ફેંકની વિવિધ રમતોમાં ભાગ લઈ કુલ ૧૭ મેડલો મેળવ્યા હતાં, જેથી દ્વારકાનું ગૌરવ વધ્યું છે.
આ સ્પર્ધામાં ભારતીબેન ઠાકરે ૩૦ પ્લસ કેટેગરીમાં લોન્ગ જમ્પમાં ગોલ્ડ, ૧૦૦ મી. હર્ડલ્સમાં ગોલ્ડ, ૫૦૦૦ મી. વોકમાં ગોલ્ડ મેળવી હેટ્રીક સર્જી હતી. રાધિકાબેન દવેએ ૩૦ પ્લસ કેટેગરીમાં હેમર થ્રોમાં ગોલ્ડ, ભાલા ફેંકમાં ગોલ્ડ, ચક્રફેંકમાં ગોલ્ડ મેેળવ્યો હતો. દર્શનાબેન પાઢએ ૩પ પ્લસ કેટેગરીમાં હેમર થ્રો માં ગોલ્ડ, ચક્ર ફેંકમાં ગોલ્ડ, ગોળા ફેંકમાં ગોલ્ડ મેળવ્યો હતો. જાગૃતિબેન ઠાકરે ૩પ પ્લસ કેટેગરીમાં ચક્ર ફેકમાં સિલ્વર, ગોળા ફેંકમાં સિલ્વર, લોન્ગ-જંપમાં સિલ્વર મેળવ્યો હતો. ભાવનાબેન માણેકએ ૪૦ પ્લસ કેટેગરીમાં ભાલા ફેંકમાં બ્રોન્ઝ તથા ગોળા ફેંકમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. વર્ષાબેન દવેએ પ૦ પ્લસ કેટેગરીમાં ભાલા ફેંકમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. કવિતાબેન ઠાકરે પપ પ્લસ કેટેગરીમાં ૧૦૦ મી. હર્ડલ્સમાં બ્રોન્ઝ મેળવ્યો હતો. ધનજીભાઈ લુણાવીયાએ પ૦ પ્લસ એઈજ ગ્રુપમાં ૧૦૦ મી. દોડમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. આઠ ખેલાડીઓ વચ્ચે ૯ ગોલ્ડ, ૪ સિલ્વર તેમજ ૪ બ્રોન્ઝ મેડલ સહિત કુલ ૧૭ મેડલ મેળવી દેવભૂમિ દ્વારકાનું ગૌરવ બન્યા હતાં. તમામ આઠ ખેલાડીઓને દ્વારકાના સ્પોર્ટસ ભડકેશ્વર યોગ ગ્રુપના સંચાલક ચેતનભાઈ જિંદાણીએ બે માસથી સતત ટ્રેનીંગ તથા માર્ગદર્શન પુરૃં પાડ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial