Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાશનકાર્ડ, આધાર કાર્ડ લીંક નહીં કરાતા
જામનગર તા. ૧૧: ઈ.કે.વાય.સી.ની પ્રક્રિયા પૂર્ણ કરવામાં નહીં આવતા હાલારના બન્ને જિલ્લામાં ૧૮,૯૧૭ રાશનકાર્ડ બ્લોક કરી દેવામાં આવતા રાશન કાર્ડધારકો પરેશાન થઈ ગયા છે.
રાજ્યના પુરવઠા વિભાગ દ્વારા રાશન કાર્ડ, આધાર કાર્ડ લીંક નહીં કરાવનારા સૌરાષ્ટ્રના સવાલાખથી વધુ રાશનકાર્ડ બ્લોક કરી દેવામાં આવતા દેકારો બોલી જવા પામ્યો છે.
આથી આવા રાશન કાર્ડધારકો જરૂરી પૂર્તતા કરવા કચેરીમાં ધક્કા ખાઈ રહ્યા છે અન્યથા તેમને આવતા માસે અનાજનો જથ્થો મળશે નહીં. છેલ્લા ત્રણ માસથી રાશન નહીં લેનારાઓનું કાર્ડ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. રાશન કાર્ડ-આધાર કાર્ડ લીંક કરાવતા જ ગ્રાહકોને અનાજ મળતું થશે તેમ તંત્ર જણાવે છે.
જામનગરમાં ૧૪૩પ અંત્યોદય અને ૧પ,૬૦પ એન.એફ.એસ.એ તથા દ્વારકામાં બાવન સંત્યોદય અને ૧૮રપ એન.એફ.એસ.એ કાર્ડ બ્લોક થયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial