Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અતિવૃષ્ટિમાં ભારે નુકસાનીના અંદાજ માટે
દ્વારકા તા. ૧૧: આ વરસે ચોમાસામાં દેવભૂમિ દ્વારકામાં અતિભારે વરસાદ પડ્યો છે. તેમાંય દ્વારકા તથા ખંભાળીયા વિસ્તારમાં ૯૦ ઈંચથી વધારે વરસાદ પડતાં ખેડૂતોના પાકને તથા લોકોને ભારે નુકસાન થયું છે. આ અતિવૃષ્ટિના કારણે ખેડૂતો તથા આમપ્રજાને થયેલ નુકસાન અંગે રાજ્ય સરકારે પણ ખાસ નોંધ લીધી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ ભારે નુકસાનીના અંદાજો મેળવવા કેન્દ્રીય ડીઝાસ્ટર મેનેજમેન્ટના ઉચ્ચ અધિકારીઓની ટીમ આવતીકાલથી તા. ૧ર, ૧૩ અને ૧૪ સપ્ટેમ્બરે ત્રણ દિવસની મુલાકાતે આવી રહી છે. આ ટીમ ત્રણ દિવસ સુધી જિલ્લામાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ નુકસાનીના અંદાજ સાથેનો અહેવાલ સરકારમાં સુપરત કરશે.
આ અંગે જાણવા મળતી વધુ વિગતો પ્રમાણે ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર પાસે રૂ. ૧પ૦૦ કરોડની સહાય માટે માંગણી કરવા માટેની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial