Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં રાજ્ય સરકારના કર્મચારીઓના આંદોલનની ચીમકીના પગલે સરકાર જાગી

ખંભાળીયા તા. ૧૧: ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તથા સંયુકત કર્મચારી મોરચા દ્વારા તાજેતરમાં આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કર્યા હતા જે કાર્યક્રમો જાહેર થતાં તથા રાજ્ય ભરમાં આ કાર્યક્રમોને કર્મચારી મંડળો દ્વારા ઠેર ઠેર સમર્થન જાહેર થતાં જે પ્રશ્નો ઉકેલવા માટે રાજ્ય સરકારની પાંચ મંત્રીઓની બનેલી સમાધાન સમિતિએ ખાતરી આપી હતી તે પણ ર૦૦પ પહેલાના નિયુકત કર્મીઓને પેન્શન આપવા સહિતના પ્રશ્નો કે જેનું સમાધાન નિરાકરણ જાહેર થયેલું જેને પણ બે વર્ષ વીતી ગયા છતાં કોઈ પરિપત્ર હુકમના કરતા મંડળો દ્વારા આંદોલનની જાહેરાત કરતા જ ગઈકાલે સરકાર દ્વારા મિટિંગ રાખીને આ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં રાજ્ય કર્મચારી મહામંડળના તથા સંયુકત કર્મચારી મોરચા મંડળના હોદ્દેદારો અને રાજ્ય સરકારના મંત્રીઓ, સચિવો જોડાયા હતા અને પ્રશ્નોના નિરાકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh