Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેટલાક શખ્સો સામે ભરાયા અટકાયતી પગલાં:
જામનગર તા. ૧૧: દ્વારકા પંથકની કુખ્યાત બિચ્છુ ગેંગના શખ્સો સામે ગુજસી ટોક હેઠળ ગુન્હો નોંધાયા પછી ત્રણ શખ્સ જામીનની શરતનો ભંગ કરી દ્વારકા જિલ્લામાં ઘૂસ્યા હતા. તેઓને પકડવા વોચમાં રહેલી પોલીસ ટીમ પર આ શખ્સોએ મોટર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યા પછી ગઈકાલે પોલીસ કાફલાએ કેટલાક ગામડાઓમાં કોમ્બિંગ કરી કેટલક શખ્સોને રાઉન્ડ અપ કર્યા છે.
દ્વારકા જિલ્લાના કેટલાક શખ્સો સામે થોડા સમય પહેલાં ગુજસી ટોક કાયદા હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. જેલ હવાલે થયેલા આરોપીઓ પૈકી ત્રણ શખ્સને સૌરાષ્ટ્રમાં ન પ્રવેશવાની શરત પર અદાલતે જામીનમુક્ત કર્યા હતા. તેમ છતાં આ આરોપીઓ દ્વારકામાં આવ્યા હોવાની બાતમી મળતા સોમવારે પોલીસ ટીમ હર્ષદ રોડ પર વોચમાં હતી. ત્યારે મોટરમાં પસાર થતાં આ શખ્સોએ પોલીસ કર્મચારીઓ પર મોટર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યાે હતો. જેમાં પોલીસના બેરીકેડ તૂટ્યા હતા.
આ બાબતની ઘવાયેલા પોલીસ કર્મચારીએ ફરિયાદ નોંધાવ્યા પછી ગઈકાલે એસપી નિતેશ પાંડેયની સૂચનાથી ખંભાળિયા ડીવાયએસપી, દ્વારકા ડીવાયએસપી તેમજ એલસીબી, એસઓજી અને દરેક પોલીસ સ્ટેશનના અધિકારીઓના વડપણ હેઠળ પોલીસ કાફલો કોમ્બિંગમાં જોડાયો હતો.
દ્વારકા તાલુકાના મેવાસા, ટોબર, ખતુંબા, મીઠાપુર, રાંગાસર વગેરે ગામોમાં પોલીસે કોમ્બિંગ કર્યું હતું. ગુજસી ટોકના ગુન્હામાં જામીન મુક્ત થયેલા બિચ્છુ ગેંગના આરોપીઓની હાજરી અને ચાલચલગત તપાસવામાં આવી હતી. તે ઉપરાંત દ્વારકા જિલ્લામાં પ્રવેશ કરવામાં આ શખ્સોને સગવડ કરી આપનાર, મદદ કરનાર, આશરો આપનાર વ્યક્તિઓની તપાસ કરવામાં આવી રહી છે. ડ્રોનથી સર્ચ પણ કરવામાં આવ્યું હતું. આ આરોપીઓના કેટલાક મળતીયાઓની અટકાયત પોલીસ દ્વારા કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial