Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લામાં ૧પ૯ ટકા વરસાદઃ
જામનગર તા. ૧૧: જામનગર-જિલ્લામાં આ વરસે ચોમાસામાં અત્યાર સુધીમાં છેલ્લા ત્રીસ વરસની સરખામણીમાં ૧પ૯ ટકા વરસાદ પડ્યો છે. જેથી કેન્દ્ર સરકારના મેન્યુઅલ મુજબ જામનગર જિલ્લાને લીલા દુષ્કાળગ્રસ્ત જિલ્લો જાહેર કરવા અને તે અન્વયે ખેડૂતો, ગ્રામજનો, શ્રમયોગીઓ, પશુપાલકોને સરકારી ધોરણે તાકીદે યોગ્ય સહાય ચૂકવવા જામનગર જિલ્લા કિસાન કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.
ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલીયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથીરીયા, પૂર્વ મંત્રી ડો. દિનેશભાઈ પરમાર વગેરેની આગેવાની હેઠળ કોંગ્રેસના અન્ય આગેવાનો, હોદ્દેદારો તથા ખેડૂતોએ અતિવૃષ્ટિના કારણે નિષ્ફળ ગયેલા મગફળી અને કપાસના છોડવા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે ખેડૂતોને ચાર હેકટરની મર્યાદામાં હેકટર દીઠ રૂ. પચ્ચીસ હજાર, પશુપાલકોને મૃત્યુ પામેલા પશુઓ માટે વળતર, જે લોકો ચાર-પાંચ દિવસ સુધી કામ ઉપર જઈ શકયા નથી તેમને કેશડોલ્સની રોકડ સહાય ચુકવવા સહિતની માંગણી કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial