Advertisement
Author: નોબત સમાચાર

દોઢ વર્ષની દીકરીનું ક્લેફટ લીપ-પ્લેટનું તંત્ર દ્વારા રાજકોટમાં કરાયું સફળ ઓપરેશન

જામનગર જિલ્લાના જોડિયાના કેશીયા ગામની

જામનગર તા. ૯: જોડીયા તાલુકા હેઠળ સમાવિષ્ટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાલંભાના કેશીયા ગામમાં રહેતા અને અને ખેતરમાં કામ કરતા રમેશભાઈ ટોયટાના ઘરે તારીખ ૨૭-૧૧-૨૦૨૨ ના રોજ દીકરીનો જન્ય થયો હતો. આ દીકરીને તૂટેલું તાળવું અને તૂટેલા હોઠની જન્મજાત ખામી હતી. જે બાબત અંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજને જાણ થઈ હતી.

તેમના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.ભાયા, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડો.સંજય સોમૈયા દ્વારા કેશીયા ગામની આરોગ્ય ટીમના એફ.એચ.ડબલ્યુ. આરતીબેન જાદવ અને જોડીયા તાલુકાની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ કાર્યક્રમની ટીમને જાણ કરવામાં આવી હતી. આ ટીમમાંથી શ્રી ડો.સેજલ કરકર અને ડો. દેવજી નકુમ દ્વારા બાળકીની ગૃહ મુલાકાત લેવામાં આવી હતી અને તેણીના પરિવારને તૂટેલું તાળવું અને તૂટેલા હોઠની જન્મજાત ખામી અંગે પુરતી સમજણ આપવામાં આવી હતી.

બાળકીના વાલીની મેડીકલ ટીમ દ્વારા વારંવાર મુલાકાત લેવામાં આવી હતી. ત્યારબાદ બાળકીનું વજન અને લોહીની ટકાવારી સારી થયા બાદ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ કાર્યક્રમની ટીમના ડોક્ટર દ્વારા સંદર્ભ કાર્ડ ભરીને રાજકોટમાં આવેલ ધ્રુવ સર્જીકલ હોસ્પિટલ ખાતે ઓપરેશન માટે રીફર કરવામાં આવ્યા હતા. તારીખ ૧૩-૦૧-૨૦૨૪ ના રોજ તૂટેલા હોઠનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેમજ તારીખ ૧૫-૦૭-૨૦૨૪ ના રોજ તૂટેલા તાળવાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર સર્જરી વિનામૂલ્યે કરવામાં આવી હતી.

અત્યારે બાળકીની પરિસ્થિતિ સારી છે. તેમજ તેણીનું વજન પણ વધ્યું છે અને લોહીની ટકાવારી સારી જોવા મળી છે. ધ્રુવ સર્જીકલ હોસ્પિટલ રાજકોટ ખાતે નિષ્ણાંત ડોકટરની ટીમ દ્વારા ખૂબ જ કૂનેહ પૂર્વક શસ્ત્રક્રિયા અને જરૂરી સારવાર કરવામાં આવી હતી. જાનકી હાલ સામાન્ય જીવન જીવી રહી છે. ત્યારે તેણીના માતા પિતા અને સમગ્ર પરિવારે રાજ્ય સરકાર, જિલ્લા વહીવટી તંત્ર, મેડીકલ ટીમ અને આરોગ્ય તંત્રને વખાણીને સર્વ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh