Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા સઘન ઝુંબેશઃ ઘેર-ઘેર પાણીના પાત્રો ચકાસાયા
જામનગર તા. ૧૧: જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરના નાગરિકોને આરોગ્યની સેવાઓ મળી રહે તે માટે કમિશ્નરના માર્ગદર્શનમાં ઓપીડી સેવાઓને સુદૃઢ કરવામાં આવી છે.
શહેરમાં ગઈકાલે કરવામાં આવેલ આરોગ્ય વિષયક કામગીરીમાં ૧ર આરોગ્ય કેન્દ્રોમાં ૧૭૭૬ દર્દીઓઓમાં સામાન્ય ઝાડાના ૪૦ શરદી-ઉધરસના ૨૮૩, સામાન્ય તાવના ૨૩ કેસ જોવા મળ્યાં હતાં. હેલ્થ અને વેલનેસ સેન્ટરની ઓપીડીમાં ૧૧૮૩ લોકોએ લાભ લીધો. આમ ગઈકાલે શહેરના કુલ ૩૧૭૩ લોકોએ ઓપીડી સેવાનો લાભ લઈ સારવાર અને માર્ગદર્શન મેળવ્યા હતાં.
ઓપીડી સેવાઓ દરમિયાન લોકજાગૃતિ આવે તે માટે મુલાકાતે આવતા દર્દીઓને પાણીજન્ય રોગચાળા તથા વાહકજન્ય રોગચાળાથી બચવા અંગેની પત્રિકાઓનું તથા ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરમાં અલગ-અલગ ૯૨ જગ્યાઓએથી આરોગ્ય વર્કર દ્વારા રેસીડયુઅલ ક્લોરીન ચેક કરવામાં આવ્યું. જેમાં તમામ જગ્યાએ ૦.ર થી ૦.પ જેટલો રેસીડયુઅલ ક્લોરીન જોવા મળ્યો હતો. ૧૩૭૬૧ જેટલી ક્લોરીનની ગોળી તથા ૨૯૬ ઓ.આર.એસ.ના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વાહકજન્ય રોગચાળા નિયંત્રણ અંગે કરવામાં આવેલ કામગીરીની વિગત જોઈએ તો શહેરમાં મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરીયા, ડેન્ગ્યુ, ચીકનગુનિયાના કેસોને નિયંત્રણમાં રાખી શકાય તથા મચ્છરની ઉત્પત્તિને નિયંત્રિત કરી શકાય, તે માટે પગલા લેવામાં આવી રહ્યાં છે.
તા. ૯-૯-ર૦ર૪ ના આરોગ્ય કેન્દ્રની ૪૬ ટીમ દ્વારા ૬૧૨૪૨ ની વસ્તી અને ૧૫૦ર૦ ઘરની મુલાકાતમાં ૭૬૩૦૨ પાણીના પાત્રોની ચકાસણી કરવામાં આવી હતી. ઉપરોક્ત ઘરોમાં સામાન્ય તાવના ૧૪૯ કેસ મળેલ, જેમને સ્થળ પર સારવાર આપવામાં આવેલ. ઉપરોક્ત ઘરોમાંથી ૩૭૩ ઘરોમાં ૪૦૧ પાણીના પાત્રોમાં મચ્છરના પોરા જોવા મળેલ, જેનો નાશ કરવામાં આવ્યો હતો.
પાણીના પાત્રોમાંથી મચ્છરની ઉત્પત્તિ અટકાવી શકાય તે માટે ૧૦૦૩૮ પાત્રોમાં એબેટ નામની દવા નાખવામાં આવેલ તથા ૧૯૩૨ પાત્રોમાંથી પાણી ખાલી કરાવાયું હતું. ૪૬ સેલરમાં પાણી ભરેલા જોવા મળતા તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને એ.એસ.આઈ.ની જરૂરિયાત મુજબ ૩૦૦૦ કિલો જંતુનાશક દવાનો જથ્થો આપવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial