Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લાને મેન્યુઅલ સ્કેવેન્જર્સ-અસ્વચ્છ શૌચાલયોથી મુક્ત જાહેર કરાશેઃ તંત્ર

કોઈપણ વ્યક્તિ ૩ દિ'માં વાંધો ઉઠાવી શકે

ખંભાળીયા તા. ૧૧: ધી પ્રોહિબીશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રિહેબીલીટેશન એક્ટ ૨૦૧૩ ની જોગવાઈ હેઠળ તેમજ સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ તથા ભારત સરકારની ગાઈડ લાઈન અન્વયે મેન્યુઅલ સ્કેવેન્જર્સ તથા અસ્વચ્છ શૌચાલયોનો સર્વેની અગાઉ પ્રસિદ્ધ થયેલ પ્રેસનોટ અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ નગરપાલિકા તથા તમામ તાલુકા પંચાયત-ગ્રામ પંચાયત, રેલવે સ્ટેશન વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ છે.

સર્વે અંતર્ગત જે-તે સ્થાનિક સત્તામંડળ તરફથી મળેલ વિગત અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેન્યુઅલ સ્કેવેન્જર્સ અંગેની પ્રથા અમલમાં નથી. મેન્યુઅલ સ્કેવેન્જર્સ નથી તેમજ અસ્વચ્છ શૌચાલયો નથી. જેથી દ્વારકા જિલ્લાને મેન્યુઅલ સ્કેવેન્જર્સ અને અસ્વચ્છ શૌચાલય મુક્ત જાહેર કરવાના અહેવાલના આખરીકરણ માટે આ અખબારી યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.

જો કોઈપણ વ્યક્તિને ઉક્ત બાબતે વાંધા હરકત હોય તો ૩ દિવસમાં જે-તે સ્થાનિક સત્તામંડળો પાસે લેખિતમાં આધાર પુરાવા સાથે નોંધણી કરાવવાની રહેશે. સમયમર્યાદા બાદ આ બાબતનો કોઈ વાંધો માન્ય રહેશે નહીં જેની તમામે નોંધ લેવી. તેમ સભ્ય સચિવ, મેન્યુઅલ સ્કેવેન્જર્સ સર્વે સમિતિ અને નાયબ નિયામક (અ.જા.ક.) દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh