Advertisement
Author: નોબત સમાચાર

કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિત મહાનુભાવોએ વર્ચ્યુલ માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ નિહાળ્યો

જામનગરની હાપા માર્કેટીંગ યાર્ડમાં

  જામનગર તા. ૧૧: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સુરત માં વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા 'જળ સંચય જન ભાગીદારી' યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પહેલ અંતર્ગત ચાલી રહેલા જળ શક્તિ અભિયાન કેચ ધ રેઈન મૂવમેન્ટને વેગ મળશે. લાંબા સમયગાળા માટેના જળ વ્યવસ્થાપનનું સુચારૂ આયોજન આ પહેલ થકી મજબૂત બનશે. જેનાથી વરસાદી પાણીનો સંગ્રહ વધશે અને ભૂગર્ભ જળસ્તરમાં વધારો થશે.

કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલય અને રાજ્ય સરકારના સહયોગથી ગુજરાતમાં જળ સંચય જન ભાગીદારી પહેલ શરૂ કરવામાં આવી છે. રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રિય જળ શક્તિ મંત્રાલયના મંત્રી સી.આર. પાટીલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી સહિત અન્ય મહાનુભાવો પણ હાજર રહ્યા હતાં, જેમાં વડાપ્રધાન, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત અન્ય મહાનુભાવો પણ હાજર રહ્યા હતાં, જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ટેલે તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં જાહેર જનતાને સંબોધિત કરી હતી.

કાર્યક્રમ અંતર્ગત જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં ઉપરોક્ત કાર્યક્રમનું લાઈવ બ્રોડકાસ્ટીંગ કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને અન્ય આગેવાનો વર્ચ્યુઅલ સ્ક્રીનીંગ માધ્યમથી કાર્યક્રમમાં જોડાયા હતાં.

કાર્યક્રમમાં કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, દેશના તમમ નાગરિકો માટે વરસાદનું પાણી કઈ રીતે બચાવવું, પીવાના પાણીનો કઈ રીતે સંગ્રહ કરવો તેના માટે કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા જળ સંગ્રહ અભિયાન સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે. ગુજરાતમાં પૂરજોશથી આ કાર્યક્રમની અમલવારી થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. મહત્તમ રીતે વરસાદનું પાણી જમીનમાં ઉતરે તે માટે અનેકવિધ યોજનાઓ રાજ્ય સરકાર દ્વારા લાગુ પાડવામાં આવી છે. આ ખેડૂતોના હિત માટેનો કાર્યક્રમ છે એટલે જામનગર જિલ્લાના મહત્તમ ખેડૂતો આ કાર્યક્રમમાં ભાગ લે તેવી મંત્રીએ અપીલ કરી હતી.

ઉપરોક્ત કાર્યક્રમમાં લોક આગેવાન રમેશભાઈ મુંગરા, કુમારપાલસિંહ રાણા, ગિરિરાજસિંહ જાડેજા, મુકુંદભાઈ સભાયા, અન્ય લોક આગેવાનો, માર્કેટીંગ યાર્ડના આગેવાનો સહિત બહોળી સંખ્યામાં ખેડૂતો અને અન્ય નાગરિકો હાજર રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh