Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રી કૃષ્ણકાળનું પ્રાચીન શિવાલય છે
દ્વારકા નજીક આવેલ શારદાપીઠની ગૌશાળાથી ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર જતો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે. શ્રી જડેશ્વર મહાદેવનું શિવાલય શ્રીકૃષ્ણકાળનું પ્રાચીન શિવાલય છે તથા તેની તદ્દન નજીક નટેશ્વર મહાદેવ તથા ચમત્કારિક સિદ્ધ ગણપતિજીનું મંદિર છે. આ દેવાલયોમાં દ્વારકાના સ્થાનિકો નિત્ય દર્શનાર્થે આવે છે. આ ઉપરાંત આ રસ્તા પરથી વરવાળા ગામને જોડતો ગ્રામીણ માર્ગ પણ આવેલો હોય ગ્રામ્ય તથા વાડી વિસ્તારના લોકોની પણ સતત અવર-જવર રહે છે ત્યારે આવા બિસ્માર અને જર્જરીત તથા ગાબડા પડેલા રસ્તા પરથી વાહનચાલકો તથા રાહદારીઓને પસાર થવું અત્યંત મુશ્કેલરૂપ બન્યું છે. સંબંધિત વિભાગ દ્વારા આ રસ્તાનું તાકીદે સમારકામ કરાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial