Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સરકારનો મંગાયો ખુલાસોઃ
જામનગર તા. ૧૧: જામનગરના એક સગીરને થોડા મહિના પહેલાં પોલીસ મથકમાં માર મારવામાં આવ્યો હોવાની અરજી હાઈકોર્ટમાં કરાઈ હતી. તે મુદ્દે ગઈકાલે હાઈકોર્ટે આકરૂ વલણ દાખવી સરકારનો ખુલાસો માંગ્યો છે.
જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગયા માર્ચ મહિનામાં એક ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં હોર્ન વગાડવાના પ્રશ્ને બે પક્ષ વચ્ચે ઝઘડો થયા પછી પંદરેક વ્યક્તિએ હુમલો કર્યાનું જણાવાયું હતું. તે ફરિયાદ અનુસંધાને પોલીસે એક શખ્સની ધરપકડ કરવા ઉપરાંત તેના પુત્ર તથા પત્નીને પણ પોલીસ મથકે બોલાવાયા હતા.
ત્યારપછી આ શખ્સના સગીર પુત્રને પોલીસે માર માર્યાની રજૂઆત થઈ હતી. ઈજા પામેલા સગીરને હોસ્પિટલમાં સારવાર અપાવાયા પછી હાઈકોર્ટમાં તે બાબતે અરજી કરવામાં આવી હતી. તે અરજી અન્વયે ગઈકાલે હાઈકોર્ટે આકરા પાણીએ આવી પોલીસનો ઉધડો લીધો હતો.
હાઈકોર્ટે ઉમેર્યું હતું કે, પોલીસ ખુંખાર આરોપી સામે બળ વાપરે ત્યાં સુધી બરાબર છે પરંતુ ચૌદ વર્ષના તરૂણને આ રીતે માર મારવામાં આવ્યો હોય ત્યારે પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ પણ મળતા નથી તેવી પરિસ્થિતિમાં તમારા બાળક સાથે પણ આવતીકાલે આમ થઈ શકે છે. ત્યારે પોલીસે ઉદાહરણ પ્રસ્થાપિત કરી પોલીસ પોતાના કર્મચારી સામે પણ પગલાં લેતા અચકાતી નથી તેમ દાખલો બેસાડવો જોઈએ અને પોલીસ ફોર્સને આવી રીતે છૂટા હાથે કામ કરવાની મંજૂરી આપી ન શકાય તેવી ટકોર કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial