Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૪૩ ધારાસભ્યને મળશે ૮૬ કરોડ
ગાંધીનગર તા. ૧૧: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો શહેરી જનજીવન સુખાકારીનો વધુ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યને મતવિસ્તારમાં રોડ-રસ્તાના કામ માટે ધારાસભ્ય દીઠ રૂ. ૨ કરોડની વધારાની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે જેથી મહાનગરપાલિકા વિસ્તારોના ૪૩ ધારાસભ્યને કુલ ૮૬ કરોડ રૂપિયા માર્ગ-મકાન વિભાગ દ્વારા ફાળવાશે.
મુખ્યમંત્રી ભૂ૫ેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારોના ધારાસભ્યોને તેમના મત વિસ્તારના રોડ-રસ્તાના કામ માટે પ્રત્યેક ધારાસભ્યને બે કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
મહાનગરપાલિકા વિસ્તારોના ધારાસભ્યોને મહાનગરપાલિકાના પોતાના મત વિસ્તારમાં આવેલા કોંક્રીટ, ડામરના નવા રોડ, જૂના રસ્તાઓના રીસરફેસીંગ, જે વિસ્તારમાં ડામર રોડ કે કોંક્રીટ રોડ બનાવી શકાય તેમ ન હોય તેવા રસ્તાઓ પર પેવર બ્લોકની કામગીરી કરવા માટે શહેરી વિકાસ વિભાગ દ્વારા ગ્રાન્ટ આપવામાં આવે છે.
મુખ્યમંત્રીએ શહેરી વિકાસ વિભાગની આ ગ્રાન્ટ ઉપરાંત આવા કામો માટે માર્ગ અને મકાન વિભાગની ગ્રાન્ટમાંથી ધારાસભ્ય દીઠ વધારાની રૂપિયા બે કરોડની ગ્રાન્ટ મંજુર કરી છે. રાજ્યમાં મહાનગર પાલિકા વિસ્તારના ૪૩ ધારાસભ્યને આ હેતુસર કુલ ૮૬ કરોડ રૂપિયા માર્ગ અને મકાન વિભાગ દ્વારા ફાળવાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ શહેરીજન સુખાકારીની વૃદ્ધિ કરતા નિર્ણયને પરિણામે મહાનગરોમાં ચોમાસા દરમિયાન માર્ગોને થયેલા નુકસાનનું ત્વરાએ મરામત કાર્ય હાથ ધરી શકાશે. એટલું જ નહીં, માર્ગોની સુધારણા, મજબૂતીકરણને પરિણામે અર્બન મોબોલિટીમાં પણ સુગમતા રહેશે. મહાનગર પાલિકાઓએ સંબંધિત ધારાસભ્યોના પરામર્શમાં રહીને આ ગ્રાન્ટમાંથી કામો હાથ ધરવાના દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial